બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2022: Delhi Capitals physio Patrick Farhart tests positive for COVID19
ADVERTISEMENT
આ સિઝનમાં IPLનો પહેલો કેસ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઘણા સમયથી રાહત જોવા મળી છે જે બાદ જનજીવન સામાન્ય બન્યું છે. દેશમાં ધામધૂમથી અનેક પ્રકારના ફંક્શન થઈ રહ્યા છે અને સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ IPLનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે હવે IPLમાં કોરોનાની દસ્તક થવાથી ખેલાડીઓમાં કોરોનાને લઈને ચિંતા વધી છે.
IPL | Delhi Capitals physio Patrick Farhart tests positive for #COVID19. He is being closely monitored by the DC Medical Team at the moment.
— ANI (@ANI) April 15, 2022
(File photo) pic.twitter.com/L9iiitA67W
ADVERTISEMENT
જોકે હજુ સુધી ખેલાડીઓમાં નથી ફેલાયું સંક્રમણ
IPLની આ સિઝનમાં 24 મેચ થઈ ગઈ છે ત્યારે કોરોનાનો પહેલો કેસ આજે સામે આવતો છે જેમાં દિલ્હી કેપિટલ્સના મહત્વપૂર્ણ ફિઝિયો સંક્રમિત થયા છે. દિલ્હી કેપિટલ્સની આગામી મેચ 16મી એપ્રિલે છે ત્યારે ટીમના ફિજિયો પેટ્રિક ફરહાર્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે હજુ સુધી ખેલાડીઑમાં આ સંક્રમણ ફેલાયું નથી.
ADVERTISEMENT
બાયો બબલનું કડક પાલન
ફિજિયો હાલ તો આઇસોલેશનમાં છે અને ખેલાડીઑ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, આ સિવાય કોઈ બીજા ખેલાડીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી. નોંધનીય છે કે IPLમાં બાયો બબલનું કડકપણે પાલન કરાવવામાં આવે છે જેના કારણે ખેલાડીઓ કોરોનાથી બચી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.