બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / investment tax how to get higher returns on your sip investments

તમારા કામનું / શું તમેય SIPમાં કરી રહ્યાં છો ઇન્વેસ્ટમેન્ટ? તો બેસ્ટ રિટર્ન મેળવવા માટે ફોલો કરો આ ટિપ્સ, થશે ફાયદો

Manisha Jogi

Last Updated: 03:02 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરે છે. SIPમાં દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે છે.

  • રોકાણકાર શેરબજારમાં હાઈ રિટર્ન મેળવવાની અપેક્ષા રાખે છે
  • મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને કેવી રીતે હાઈ રિટર્ન મેળવી શકાય?
  • શેરબજારની મંદીના ડરથી SIPમાં રોકાણ કરવાનું બંધ ના કરવું

કોઈપણ રોકાણકાર શેરબજારમાં રોકાણ કરે ત્યારે હાઈ રિટર્ન મેળવવાની અપેક્ષા રાખે છે. અનેક લોકો મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરે છે. SIPમાં દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં SIPમાં રોકાણ કરીને કેવી રીતે હાઈ રિટર્ન મેળવી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

શક્ય હોય તેટલું વહેલા રોકાણની શરૂઆત કરો
હાઈ રિટર્ન મેળવવા માટે શક્ય હોય તેટલું વહેલા રોકાણની શરૂઆત કરવી જોઈએ. જે માટે પાવર ઓફ કમ્પાઉન્ડિંગને સમજવું જરૂરી છે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગમાં સમયની સાથે રોકાણ કરેલ રકમમાં વૃદ્ધિ થાય છે. લાંબા ગાળા માટે રોકાણ કરવાથી તેમાં વૃદ્ધિ થવામાં તેટલો જ સમય લાગશે. SIPમાં 500 રૂપિયાની રકમથી રોકાણની શરૂઆત કરી શકાય છે. 

નિયમિતરૂપે રોકાણ કરો
નિયમિતરૂપે રોકાણ કરવાથી ઝડપથી ગોલ પ્રાપ્ત કરી શકશો. SIPમાં નિયમિતરૂપે દર મહિને નિશ્ચિત રકમ જમા કરવાની રહેશે. મ્યુચ્યુઅલ ફંડ બજારના જોખમોને આધિન છે. આ કારણોસર શેરબજારની મંદીથી ડરીને SIPમાં રોકાણ કરવાનું બંધ ના કરવું જોઈએ. મંદી ટૂંકા ગાળા માટે જ હોય છે. 

સમયની સાથે રોકાણની રકમમાં વધારો કરવો
આવક વધવાની સાથે સાથે SIPમાં રોકાણની રકમમાં વધારો કરવા બાબતે પણ વિચાર કરવો. SIPમાં રોકાણની રકમમાં ધીમે ધીમે વધાર કરવો. સરળતાથી નાણાંકીય લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકો છો. 

પોર્ટફોલિયોમાં વિવિધતા લાવો
રોકાણકારોએ ક્યારેય પણ એક જ જગ્યાએ રોકાણ ના કરવું જોઈએ. એક જ જગ્યાએ રોકાણ કરવામાં આવે અને શેરબજારમાં મંદી આવે તો નુકસાન થઈ શકે છે. આ કારણોસર અલગ અલગ ક્ષેત્રે (ઈક્વિટી, ડેટ, સોનુ, રિઅલ એસ્ટેટ, મ્યુચ્યુઅલ ફંડ) રોકાણ કરવું. જેથી એક ક્ષેત્રે મંદી આવે તો બીજા ક્ષેત્રે તેની ભરપાઈ થઈ શકે અને વધુ નુકસાન ના થાય. 

યોગ્ય ફંડની પસંદગી
હાઈ રિટર્ન મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવી જરૂરી છે. જે મ્યુચ્યુઅલ ફંડ, રોકાણ લક્ષ્યાંક, જોખમ ઉઠાવવાની ક્ષમતાને અનુરૂપ હોય તેવા મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવી. 

 (DISCLAIMER: શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ