બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Internal turmoil in Gujarat Congress itself after rejecting the invitation of Ram temple

વિરોધના સૂર / 'રામ આપણા આરાધ્ય દેવ, આવું નિવેદન કાર્યકર્તાઓ માટે નિરાશાજનક', રામ મંદિરના આમંત્રણને ઠુકરાવતાં કોંગ્રેસમાં જ આંતરિક ઘમાસાણ

Priyakant

Last Updated: 10:37 AM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ ગરમાવો, અંબરીશ ડેર, અર્જુન મોઢવાડિયા સહિત અનેક દિગ્ગજો મેદાને

  • રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ ગરમાવો 
  • મને જો આમંત્રણ મળ્યું હોત તો હું ચોક્કસ અયોધ્યા ગયો હોત: કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ 
  • કોંગ્રેસ પક્ષના અમુક લોકોએ ચોક્કસ પ્રકારના નિવેદનથી દૂર રહેવું જોઇએ: અંબરીશ ડેર 
  • રામમંદિર દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે: અર્જુન મોઢવાડિયા

Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે હવે રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ અપાયું હતું. જો કે કોંગ્રેસ હાઇકમાને આ આમંત્રણ ઠુકરાવી દેતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. 

શું કહ્યું અંબરીશ ડેરે ? 
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેરે સોશિયલ મીડિયા પોસ્ટ લખી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ઠુકરાવવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં અંબરીશ ડેરે લખ્યું કે, મર્યાદા પુરષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે. ભારતભરના અસંખ્ય લોકોની શ્રદ્ધા નવનિર્મિત મંદિર પ્રત્યે વર્ષોથી શ્રધ્ધા જોડાયેલી હોય તે સ્વભાવિક છે. રાષ્ટ્રીય કોંગસના કેટલાક લોકોએ તે ચોક્કસ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને સાર્વજનિક ભાવનાઓને દિલથી માન આપવું જોઈએ. આવા નિવેદનથી મારા જેવા ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકરો નારાજ છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલે શું કહ્યું ? 
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરી હાઇકમાનના નિર્ણય સામે આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હું જલ્દીથી રામમંદિરે દર્શન કરવા જઇશ.રામ મંદિર માટે જો મને નિમંત્રણ મળ્યું હોત તો હું અવશ્ય અયોધ્યા ગયો હોત. 

રાજનૈતિક નિર્ણયોથી દુર રહેવું જોઇએ: અર્જુન મોઢવાડીયા 
આ તરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા  અર્જુન મોઢવાડિયા પણ રામમંદિર અંગે હાઇકમાનના નિર્ણયથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. અર્જુન મોઢવાડિયાએ  ટ્વીટ કરી જણાવ્યું કે, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત છે. રાષ્ટ્રીય કોંગ્રેસે  આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.

શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહાર 
કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનો પક્ષ લઇ ભાજપ પર પ્રહાર કર્યા. ગોહિલે  આરોપ લગાવતાં કહ્યું કે, ભાજપ રામ મદિરને રાજકીય મુદ્દો બનાવી ચૂંટણી સમયે પ્રતિષ્ઠાનો જશ લેવા માગે છે. શક્તિસિંહે એમ પણ કહ્યું કે, કરોડો લોકોના ભગવાન રામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ સાથે છે. પણ કેટલાક લોકો જાણી જોઇને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે. 

પાટણ કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા રામમંદિરના સમર્થનમાં 
આ બધાની વચ્ચે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ રામમંદિરના સમર્થનમાં આવ્યા છે. કિરીટ પટેલે ફેસબુક પર જયશ્રી રામ લખીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પોસ્ટ મૂકી છે. મહત્વનું છે કે, કોંગ્રેસ દ્વારા રામ મંદિરના આમંત્રણનો અસ્વિકાર કરાયો છે ત્યારે હાઇકમાનના નિર્ણય સામે ગુજરાતના અનેક કોંગ્રેસ નેતાઓએ વિરોધ દર્શાવ્યો છે. આ તરફ કિરીટ પટેલે સ્પષ્ટ નિવેદન આપવાને બદલે રામમંદિર અંગે મૌન પોસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કિરીટ પટેલે કોંગ્રેસ પક્ષ છોડવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. 

કોંગ્રેસમાં જ આંતરિક ઘમાસાણ  
નોંધનિય છે કે, અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કોંગ્રેસે રામમંદિરના આમંત્રણને ઠુકરાવતાં કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે. વિગતો મુજબ એક બાજુ કોંગ્રેસે રામમંદિર આમંત્રણનો અસ્વિકાર કર્યો છે ત્યારે બીજી બાજુ નેતાઓ પક્ષમાં આંતરિક લોકશાહીના નામે પોતાના જ નેતાઓને નિશાને લઇ રહ્યા છે.

વાંચો વધુ: મોટા સમાચાર: કોંગ્રેસે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ ઠુકરાવ્યું, નહીં જવાનું આપ્યું કારણ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ