બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Interesting history of Rambai and Phulbai Mataji of Botad

બોટાદ / કળિયુગમાં ભક્તોને સાક્ષાત પરચા આપતા માતાજી એટલે રામબાઈ અને ફૂલબાઈ: ભાઈએ જીવ ગુમાવતાં ચારણ બહેનોએ છોડી દીધા હતા પ્રાણ, જાણો રોચક ઈતિહાસ

Malay

Last Updated: 02:01 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈના વિરહમાં બે બહેનોએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો, હાલ તેઓ માતાજી તરીકે પૂજાય છે અને હાલ લાખો લોકોના દુઃખ દૂર કરે છે; વાંચો તે રામબાઈ માતાજી અને ફુલબાઈ માતાજીનો રોચક ઈતિહાસ

  • ભાઈના વિરહમાં બે બહેનોએ ત્યાગી દીધા હતા પ્રાણ
  • કુંડળ ગામે આવેલા બંને બહેનોના સમાધી સ્થળ
  • બંને માતાજીએ ગામમાં અનેક પરચા આપેલા છે

આપણા દેશમાં અનેક ધાર્મિક ઐતિહાસિક ઘટનાઓ બની છે, અનેક ઐતિહાસિક પ્રસંગો છે જે હજુ લોક મુખે ચર્ચાય છે અને આવા પ્રસંગો અમર છે. ત્યારે આજે ભાઈના વિરહમાં બે બહેનોએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો, હાલ તેઓ માતાજી તરીકે પૂજાય છે અને હાલ લાખો લોકોના દુઃખ દૂર કરે છે તે રામબાઈ માતાજી અને ફુલબાઈ માતાજીની અમર કહાનીની વાત કરવી છે. તો કોણ છે રામબાઈ માતજી અને ફુલબાઈ માતાજી? કેમ તેઓ માતાજી તરીકે પૂજાય છે? શું છે તેમની અમર કહાની ચાલો જાણીએ આ રિપોર્ટમાં.. 

ઉતાવળી નદીના કાંઠે આવેલા છે સમાધી સ્થાન
બરવાળા તાલુકાના કુંડળ ગામે ઉતાવળી નદીના કાંઠે ફુલબાઈ માતાજી અને રામબાઈ માતાજીના બે અલગ-અલગ સ્થળે સમાધી સ્થાન આવેલા છે. અહીં હજારોની સંખ્યામાં ભક્તો બંને માતાજીના દર્શનાર્થે આવે છે અને બંને માતાજી ઉપર લોકોને દ્રઢ વિશ્વાસ છે જેથી બંને માતાજીના મંદિરે માથું ટેકવતા લોકોના દુઃખ થાય છે. 

ભાઈ ઘરે ન આવતા શોધવા નીકળ્યા
રામબાઈ માતાજી અને ફુલબાઈ માતાજીના ઈતિહાસ વિશે અમે જાણવાનો પ્રયાસ કર્યો હતો. લોક વાયકા મુજબ વર્ષો પહેલાની વાત છે બરવાળાના કુંડળ ગામ નજીક બેલા ગામ આવેલું છે. અહીં આલાભાઈ અને તેમના બહેનો રામબાઈ માં અને ફુલબાઈ માં સાથે રહેતા હતા. બંને બહેનોના ભાઈ આલાભાઈ કે જેઓ રોજ પશુઓ ચરાવવા જતા હતા, ત્યારે તેઓ નિત્યક્રમ મુજબ પશુઓ ચરાવવા ગયા અને સાંજ પડવા છતાં તેઓ ઘરે પરત ન આવતા સવારમાં તેમના બહેનો રામબાઈ માં અને ફુલબાઈ માં તેમને શોધવા માટે કુંડળ ગામે આવ્યા હતા. 

ભાઈના માઠા સમાચાર સાંભળી જમીનમાં સમાય ગયા
ફુલબાઈ માં ઉતાવળી નદીના પૂર્વ દિશાના કાંઠે કે જે પાણીનો આરો કહેવાતો કે જ્યાં બહેનો પાણી ભરતા હતા, તે સ્થળે ઉભા રહ્યાં અને રામબાઈ માંને ગામમાં માત્રરાબાપુની ડેલીએ પૂછવા માટે મોકલ્યા હતા. જ્યારે રામબાઈ માં માત્રરાબાપુની ડેલીએ આવ્યા અને બાપુને પુછ્યું કે 'ભાઈ રાતના ઘરે નથી આવ્યાં તો શું અહીં આવ્યા છે? ત્યારે માત્રરાબાપુએ જણાવ્યું કે, આલાભાઈ સીમમાં ધીંગાણું થયું હતું અને તેમાં કામ આવી ગયા છે, તેમ માત્રરાબાપુએ વાત કરતા જ રામબાઈ માતાજીને ધ્રાસકો પડ્યો અને ભાઈના માઠાં સમાચાર સાંભળતાની સાથે જ રામબાઈ માતાજી માત્રાબાપુની ડેલીએ જ જમીનમાં સમાય ગયા.

ગ્રામજનોએ બનાવ્યા સમાધી સ્થાન
ત્યારે ઉતાવળી નદીના કાંઠે પાણીના આરે ભાઈની વાટ જોતા ફુલબાઈ માતાજીને કોઈએ વાત કરી કે માત્રારાબાપુની ડેલીએ એક ચારણની દિકરીએ પોતાના પ્રાણ આપી જમીનમાં સમાય ગયા છે, એટલે ફુલબાઈ માતાજીને ખબર પડી કે તે રામબાઈ જ હોય એટલે જે સ્થળે ફુલબાઈમાં ઉભા હતા, તે જ સ્થળે તેઓ ઢળી પડ્યા અને તેમણે પણ પોતાના દેહનો ત્યાગ કરી દીધો. ત્યારબાદ આ બંને બહેનોના ગામલોકોએ સમાધી સ્થાન બનાવ્યા અને કુંડળ ગામના સીમાડે આલાભાઈ કે જેઓ આલીયામામા તરીકે ઓળખાય છે જેમનું પણ સમાધી સ્થાન બનાવેલ અને ત્યારથી ત્રણેય ભાઈ બહેનો પુજાય છે.

બંને માતાજીનો ઈતિહાસ છે અમર
ગામના લોકો બંને બહેનો અને આલીયામામાની સમાધી સ્થાને દર્શન કરતા અને સમય વિતતા ગામના અનેક લોકોને નાના મોટા પરચાઓ જોવા મળ્યા. જેથી લોકો બંને બહેનોને માતાજી તરીકે પુજવા લાગ્યા અને કુંડળ ગામ સહિત આજુબાજુના ગામના લોકો માતાજી ઉપર શ્રદ્ધા રાખતા અને વાર તહેવારે માતાજીને લાપસી નિવેદ ધરાવતા અને વર્ષોનો સમય વિતી ગયો છતાં હાલ ફુલબાઈ માતાજી અને રામબાઈ માતાજીનો ઈતિહાસ અમર છે અને લોકો માતાજીના સમાધી સ્થાને આવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. 

ઈતિહાસના પાને ધરાવે છે બહું મોટું નામ 
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં નાનકડું ગામ કુંડળ આવેલું છે, પરંતુ આ ઈતિહાસના પાને બહુ મોટું નામ ધરાવતું ગામ છે. પૂજારી વિષ્ણુભાઈ કાપડીએ જણાવ્યું કે, ભાઈના વિરહમાં પોતાના પ્રાણ ત્યજી દેનારી આ બંને બહેનો ફુલબાઈમાં અને રામબાઈમાં આજે માતાજી તરીકે પૂજાય છે અને ગામ ઉપર સંકટ આવે ત્યારે માતાજી સંકટ દૂર કરે છે. માતાજીએ ગામમાં અનેક પરચા આપેલા છે. કુંડળ ગામમાં કોઈપણ સમાજમાં દીકરીઓના લગ્ન હોય અને જાનને વળાવતાં પહેલા બંને માતાજીના દર્શન કરાવી પછી જ જાનને વળાવવાની પ્રથા ચાલી આવે છે. અહીં દર વર્ષે સિઝન આવે એટલે ગામ વતી માતાજીને લાપસીના નિવેદ ધરાવાય છે અને આખું ગામ નાતજાતના ભેદભાવ વગર સાથે મળી માતાજીની પ્રસાદી લે છે. તેમજ વારતહેવારે માતાજીના ઉત્સવ ઉજવાય છે અને નવરાત્રી દરમિયાન પણ માતાજીના ઉત્સવ ઉજવાય છે અને માતાજી ગામનું રક્ષણ કરે છે. 

તાજેતરમાં જ માતાજીએ આપ્યો હતો પરચો
કુંડળ ગામે આવેલ ફુલબાઈ માતાજી અને રામબાઈ માતાજીનો ઈતિહાસ આપણે જાણ્યો, પરંતુ હાલ કળિયુગમાં આ બંને માતાજીએ અનેક પરચા આપ્યા છે અને અનેક દુખીયાના દુઃખ માતાજીએ દૂર કર્યા છે ત્યારે આવા કેટલાક પરચા વિશે અમને જાણવા મળ્યું. બરવાળા શહેરના સાલેવાલા ખોજા પરીવારના ભીખુભાઈ અને તેમના પરિવારને માતાજી ઉપર બહુજ શ્રદ્ધા છે અને તેમને અનેક પરચાનો અનુભવ થયો છે. 

જુડવા દીકરામાંથી એકનું આંતરડું વળી ગયેલું હતું
ભીખુભાઈના પુત્ર વિશાલના પત્નીને અધૂરા મહિને જુડવા દિકરાઓનો જન્મ થયો હતો, જેથી એક દિકરો સ્વસ્થ હતો પરંતુ બીજા દિકરાનું આંતરડું વળી ગયેલું અને કાળું પાણી પડતું હતું. એટલે તેને ભાવનગરના ડોક્ટર પ્રકાશ વાઘેલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેનું તાત્કાલિક ઓપરેશન કરવા જણાવ્યું હતું. ત્યારે ભીખુભાઈએ કહ્યું હતું કે ગુરુવારે ઓપરેશન કરો, ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે આજે જ ઓપરેશન કરવું પડશે નહીંતર મુશ્કેલી વધી જશે. ત્યારે ભીખુભાઈએ કહ્યું હતું કે માતાજીએ દિકરો આપ્યો છે, તેની ઈચ્છા પરંતુ ઓપરેશન ગુરૂવારે કરજો.

ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ ડોક્ટર ચોંકી ગયા
પછી ગુરુવારે ભીખુભાઈ ફુલબાઈ માતાજી અને રામબાઈ માતાજીને દિવા-ધૂપ કરવા કુંડળ ગયા. બંને માતાજીને દિવો કર્યો અને પ્રાર્થના કરી. જે બાદ તેમણે ભાવનગરની હોસ્પિટલમાં ડોક્ટરને ફોન કરીને કહ્યું કે, 'સાહેબ હવે ઓપરેશન કરી નાખો', એટલે ડોક્ટર બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. પરંતુ ડોક્ટરે બાળકને જોયુ તો બાળકનું આતરડું સીધું થઈ ગયું હતું અને કાળુ પાણી પડતું બંધ થયું હતું, જેથી ડોક્ટર પણ ચોકી ગયા અને તેમણે કહેલ કે હવે ઓપરેશનની કોઈ જરૂર નથી. ડોક્ટરે ભીખુભાઈને કહ્યું કે, આવું મેં મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી. 

દર ગુરુવારે જાય છે દર્શન કરવા
આમ સાલેવાલ ખોજા પરિવારને માતાજીનો પરચો મળ્યો, આ બાળક હાલ બિલકુલ સ્વસ્થ છે અને અભ્યાસ કરે છે. આમ માતાજીના અનેક પરચાઓ છે જેથી સાલેવાલ ખોજા પરિવાર દર ગુરૂવારે અચુક કુંડળ ફુલબાઈ માતાજી અને રામબાઈ માતાજીના દર્શન કરવા આવે છે, આ ખોજા પરિવાર પોતાના કુળદેવી માને છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ