બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / હવે આ દેશમાં પણ શરુ થઈ UPIથી પેમેન્ટની સેવા, જાણો અત્યાર સુધી કયા દેશોએ આપી મંજૂરી

ડિઝિટલ પેમેન્ટ / હવે આ દેશમાં પણ શરુ થઈ UPIથી પેમેન્ટની સેવા, જાણો અત્યાર સુધી કયા દેશોએ આપી મંજૂરી

Published By: Vishal Dave

Last Updated: 07:53 AM, 25 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કતાર હવે UPI શરૂ કરીને ભારતીય ડિજિટલ ચુકવણી સેવા સ્વીકારનાર આઠમો દેશ બન્યો છે. પહેલાથી જ UPI ચુકવણી સ્વીકારનારા દેશોમાં ફ્રાન્સ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ, સિંગાપોર, શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.

કતારમાં ભારતીય પ્રવાસીઓને ચુકવણી કરવામાં હવે ખૂબ સરળતા રહેશે. તેઓ હવે રોકડ વિના ચુકવણી કરી શકશે, કારણ કે કતારમાં પણ હવે UPI સેવા શરૂ થઇ રહી છે. NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL)એ કતાર નેશનલ બેંક (QNB)ના સહયોગથી આ સેવા શરૂ કરી છે. આ સેવા શરૂઆતમાં કતાર ડ્યુટી ફ્રી સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે, અને ધીમે ધીમે અન્ય સ્થળોએ પણ તેનો વિસ્તાર કરવામાં આવશે.

કયા દેશોમાં UPI નો ઉપયોગ થઈ રહ્યો છે ?

કતાર હવે UPI શરૂ કરીને ભારતીય ડિજિટલ ચુકવણી સેવા સ્વીકારનાર આઠમો દેશ બન્યો છે. પહેલાથી જ UPI ચુકવણી સ્વીકારનારા દેશોમાં ફ્રાન્સ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ, સિંગાપોર, શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.

ભારતીયોને UPI સુવિધાનો લાભ મળશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બુધવારે આ માહિતી શેર કરી. તેમણે કહ્યું, "ભારતીય લોકો કતારમાં બીજા ક્રમનું સૌથી મોટું પર્યટન સ્થળ છે. કતારમાં આ નવી સુવિધા શરૂ થવાથી, મુલાકાતીઓને હવે પૈસાની આપ-લે અને મોટી માત્રામાં રોકડ લઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે."

આ પણ વાંચોઃ કૌભાંડમાં નામ આવતા પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર સામે કાર્યવાહી, EDએ ધરપકડ કરતા હડકંપ

NIPLના MD અને CEO રિતેશ શુક્લાએ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી UPI ને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવા અને આંતરરાષ્ટ્રીય ચુકવણી નેટવર્ક બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.” આનો અર્થ એ છે કે UPI નો ઉપયોગ હવે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ શકે છે.

NIPLએ NPCIની પેટાકંપની છે, જે ભારતમાં ડિજિટલ ચુકવણી સિસ્ટમનું સંચાલન કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, NIPLએ NPCIનો એક ભાગ છે, જે વિદેશમાં UPI જેવી સેવાઓનો અમલ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Qatar Digital Payment UPI Payment

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ