બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Indias External Affairs Minister S Jaishankar on statment Indias relationship with Pakistan and China

ચોખ્ખુંચટ / બોર્ડર પર હાલત બગડ્યા તો..' વિદેશમંત્રી એસ જયશંકરે ચીંન-પાકને મોઢા પર સંભળાવી દીધું, રાખ્યો સિંગલ પોઈન્ટ એજન્ડા

Kishor

Last Updated: 10:44 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધને લઈને સ્પષ્ટતા કરી હતી.

  • પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધને લઈને એસ જયશંકરનું નિવેદન
  • જ્યાં સુધી સરહદ પર આતંકવાદનો કોઈ અંત નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથેના સંબંધો સારા નહીં રહે
  • ચીન બોર્ડરની સ્થિતિ સામાન્ય કહી શકાય તેવી નથી! 

ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધને લઈને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરહદ પરની સ્થિતિને લઈ અને બંને દેશો વચ્ચેના સંબંધો નક્કી કરવામાં આવશે અને જ્યાં સુધી સરહદ પર આતંકવાદનો કોઈ અંત નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથેના સંબંધો સારા નહીં રહે! બીજી બાજુ ચીન સાથેના સંબંધો અંગે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આજે પણ બોર્ડરની સ્થિતિ સામાન્ય કહી શકાય તેવી નથી! 

ત્યાં સુધી સંબંધો સુધરશે નહીં તેવી ચોખ્ખી સ્પષ્ટતા 

દિલ્હીના એક કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે ચીન સાથે ભારતના સંબંધો હાલ સારા નથી અને કોઈપણ સંબંધનો દોર તેની લાગણી પર ટકી શકે છે માટે સંબંધમાં માન સન્માન હોવું જોઈએ. જે તે વખતે બંને દેશો વચ્ચે જે કરારો થયા હતા. તેની સમજુતીમાં અસમર્થ રહ્યા બાદ જ સંબંધો બગડ્યા છે અને જ્યાં સુધી શાંતિ નહીં સ્થપાઈ ત્યાં સુધી સંબંધો સુધરશે નહીં તેવી ચોખ્ખી સ્પષ્ટતા કરી દીધી હતી.

વિદેશમંત્રી એસ.જયશંકર પણ આવ્યા કોરોનાની ચપેટમાં, ટ્વિટ કરીને સંપર્કમાં  આવેલા લોકોને કરી આ અપીલ | s jaishankar found corona positive


અમેરિકા સાથે આપણા સંબંધ ખુબ સારા
નોંધનીય છે કે ચીનના સંબંધને લઈને વિદેશ મંત્રી એસ જયશંકર અગાઉ પણ અનેક વખત સંબંધ વિશે બોલી ચૂક્યા છે. જેમાં તેઓએ કહ્યું કે ચીન સાથેના સંબંધો ત્યારે જ સુધરશે જ્યારે બોર્ડર પર હાલત સ્થિર થશે! મહત્વનું છે કે ગલવાન હિંસા બાદ બંને દેશોના સંબંધ બગડ્યા છે અને આ ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં બંને વચ્ચેના સંબંધોની ખટાશ હજુ પણ સુધરી નથી. બંને દેશો વચ્ચે આ મામલે અનેક વખત સમજૂતી ના પ્રયાસ કરવા છતાં સફળતા મળી નથી. ચીન પાકિસ્તાન ઉપરાંત વિદેશ મંત્રીએ અમેરિકા સાથેના સંબંધો બાબતે પણ વાત કરી હતી અને તેઓએ અમેરિકા સાથે આપણા સંબંધ ખુબ સારા હોવાનું કહ્યું હતું. વધુમાં યુક્રેન સંકટ વચ્ચે પણ રશિયા સાથે આપણા સબંધ સારા હોવાનું કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ