બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / VTV વિશેષ / વિશ્વ / Indians are desperately searching for terms related to h1b on internet amid strict policies by trump government

World / ટ્રમ્પની આ નીતિથી કુશળ ભારતીયો પણ હતાશ, શોધી રહ્યાં છે બનતા તમામ રસ્તા

Published By: Shalin

Last Updated: 04:41 PM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની કન્ઝર્વેટિવ પાર્ટીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં વિદેશીઓને વિઝા આપવાની નીતિ વધુને વધુ કડક બની રહી છે એવામાં અમેરિકામાં કામની પરવાનગીના વિઝા લેવા માંગતા ભારતીયોમાં ફફડાટ પેઠો છે. ભારતીયો વેબસાઇટ્સ ઉપર ફરી ફરીને અમેરિકાના H1 વિઝા વિષે સર્ચ કરી રહ્યા છે.

અમેરિકામાં નોકરી અને વિઝાને લગતી બાબતો સર્ચ કરવામાં મોટો ઉછાળો આવ્યો છે જેમાં સૌથી વધુ ભારતીયો સર્ચ કરી રહ્યા છે. 

જોબ્સ શોધવા માટે શબ્દો જેવા કે “work visa”, “H1B visa”, “H1-B visa”, “H2B visa”, “H2-B visa”, “immigration visa”, “immigrant visa”, “employment visa” વગેરે માં સપ્ટેમ્બર 2017 અને સપ્ટેમ્બર 2018માં 673%નો જંગી ઉછાળો નોંધાયો હતો. આ વધારા પાછળ વિઝાની કડક થયેલી નીતિ જવાબદાર ગણાય છે.

શું છે H1B? 

H1B વિઝા વિદેશીઓને અમેરિકામાં 6 વર્ષ સુધી રહેવા અને નોકરી કરવાની પરવાનગી આપતો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ હવે પહેલા જેટલી સહેલાઇથી મળતો નથી. કોઈ ને કોઈ કારણોસર H1B માંગનારાઓને રિજેક્ટ કરી દેવાય છે. 

વિદેશી નોકરી કરનાર સતત એવી કંપનીની શોધમાં હોય છે જે તેમને સ્પોન્સર કરે અને તેમને વિઝાની સુરક્ષા આપે. 

અમેરિકા રહેતા વિદેશીઓ પણ છે ચિંતામાં

આ પ્રકારના શબ્દો સર્ચ કરવાવાળા મોટાભાગના સહજ રીતે વિદેશના હતા જયારે કેટલાક સર્ચ USAથી નોંધાયા હતા. સ્વાભાવિક રીતે USAમાં અત્યારે રહેતા અને ભણતા લોકો જોબ શોધવા આ શબ્દો સર્ચ કરી રહ્યા છે. વિઝાને લગતા શબ્દોને લગતું સર્ચિંગ 2018 નવેમ્બરમાં સૌથી વધુ 88.2% સુધી પહોંચી ગયું.

ભારતીયો આ સર્ચમાં સૌથી ટોચ ઉપર 

આ શબ્દો સર્ચ કરવા વાળા સૌથી વધુ ભારતીયો હતા. 5 સર્ચ કરવા વાળા માંથી 1 ભારતીય હતો. નોંધનીય છે કે દર વર્ષે ભારતીયો મોટાભાગના H1Bના સ્લોટ્સ મેળવે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

America Donald Trump H-1B visa H1B Indians in usa NRI USA World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ