બ્રેકિંગ ન્યુઝ
વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી(WADA)ના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯ના ડોપ પોઝિટિવ મામલામાં ભારત પહેલી વાર ટોચના સ્થાને પહોંચી ગયું છે.
ADVERTISEMENT
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)ના પરીક્ષણમાં ૨૨૫ ભારતીય ખેલાડી ડોપિંગમાં ફસાયા છે. આ મામલામાં અમેરિકા અને રશિયા જેવા દેશોને પણ ભારતે પાછળ છોડી દીધા છે. નાડાની પેનલ તરફથી ડોપિંગ માટે પ્રતિબંધિત ખેલાડીઓ (ADRV)માં પણ ભારત વર્ષ ૨૦૧૮માં ચોથા સ્થાને પહોંચી ગયું છે.
સૌથી વધુ ૩૫ એથ્લીટ અને ૩૨ વેઇટલિફ્ટર
ADVERTISEMENT
WADAના રિપોર્ટ અનુસાર NADAએ ૨૦૧૯માં કુલ ૪૦૦૪ સેમ્પલ લીધા, જેમાં ૫.૬ ટકા ખેલાડી ડોપ પોઝિટિવ આવ્યા છે. નાડાએ સ્પર્ધા દરમિયાન ૧૮૭૯ સેમ્પલ લીધા, જેમાં ૧૪૮ અને સ્પર્ધાની બહાર ૧૯૭૧ સેમ્પલ લીધા, જેમાં ૭૬ ખેલાડી ડોપિંગમાં ફસાયા છે. ૨૧૮ બ્લડ સેમ્પલમાં એક ખેલાડી ડોપ પોઝિટિવ આવ્યો છે. સૌથી વધુ એથ્લીટમાં ૩૫, વેઇટલિફ્ટિંગમાં ૩૨ અને કુસ્તીમાં ૧૨ ખેલાડી ડોપ પોઝિટિવ આવ્યા છે.
૨૦૧૨માં NADAના પરીક્ષણમાં સૌથી વધુ ૧૩૮ ખેલાડી ડોપિંગમાં ફસાયા હતા
ADVERTISEMENT
એક વેઇટલિફ્ટર બ્લડ સેમ્પલમાં પહેલી વાર ફસાયો છે. ૨૦૧૯માં NADAએ ક્રિકેટની ૨૨ મેચ દરમિયાન અને ૧૮ સેમ્પલ મેચની બહાર લીધા, પરંતુ આમાંનો એક પણ ક્રિકેટર પોઝિટિવ આવ્યો નથી. ઓલિમ્પિક સિવાયની રમતો- બોડીબિલ્ડિંગના ૬૦, પાવરલિફ્ટિંગના ૧૯ અને પેરા પાવરલિફ્ટિંગના ચાર ખેલાડી ડોપિંગમાં ફસાયા છે.
આ પહેલાં ૨૦૧૨માં NADAના પરીક્ષણમાં સૌથી વધુ ૧૩૮ ખેલાડી ડોપિંગમાં ફસાયા હતા. એ સમયે NADAએ ૪૧૬૮ સેમ્પલ લીધા હતા. ૨૦૦૯માં NADAની સ્થાપના બાદ એક વર્ષમાં ડોપિંગમાં ફસાયેલા ખેલાડીઓની આ સૌથી મોટી સંખ્યા છે.
ADVERTISEMENT
અમેરિકા બીજા સ્થાન પર
WADAની યાદીમાં અમેરિકા (૧૯૫ કેસ) બીજા નંબર પર છે. રશિયાના ૮૫ ખેલાડી ડોપિંગમાં ફસાયા છે. ભારતીય ખેલાડીઓએ શરમજનક સ્થિતિનો સામનો આવતા વર્ષે પણ કરવો પડી શકે છે. ૨૨૫ ડોપ પોઝિટિવ ખેલાડીઓની NADA પેનલમાં સુનાવણી બાદ જ્યારે તેમના પર આરોપ સાચા ઠરશે ત્યારે તેમની એન્ટી ડોપિંગ રુલ વાયોલેશન (ADRV) કેસની સંખ્યા થોડી ઓછી થઈ જશે. (સુનાવણી દરમિયાન છૂટી જનારા ખેલાડીઓની સંખ્યા ઓછી થશે),
ADVERTISEMENT
પરંતુ એ લગભગ નક્કી છે કે ભારત આગામી વર્ષે જાહેર થનારી ADRVની યાદીમાં ટોચના સ્થાન પર હશે. આ પહેલાં ભારત વર્ષ ૨૦૧૩-૧૪-૧૫માં ત્રીજા સ્થાને, ૨૦૧૬માં છઠ્ઠા અને ૨૦૧૭માં સાતમા સ્થાન પર હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.