બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Indian Personality of the Year Award given to Megastar Chiranjeevi, Ajay Devgan-Paresh Rawal also honored

ફિલ્મ ફેસ્ટિવલ / મેગાસ્ટાર ચિરંજીવીને અપાયો ઈન્ડિયન પર્સનાલિટી ઑફ ધ યર ઍવોર્ડ, અજય દેવગન-પરેશ રાવલ સહિત આ અભિનેતાઓનું પણ સન્માન

Megha

Last Updated: 09:35 AM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપરસ્ટાર ચિરંજીવી એ વર્ષ 1978માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ પુનાધિરાલ્લુથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું અને એ પછી થી એમને તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે.

  • ગોવામાં 53મો IFFI ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન
  • સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા 
  • વિજયેન્દ્ર પ્રસાદની સાથે આ સેલિબ્રિટીને પણ કર્યા સન્માનિત

ગોવામાં 53મો IFFI ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે અને આ ફેસ્ટિવલમાં ગઇકાલે એટલે કે રવિવારે 20મી નવેમ્બરે સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીને ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા .જણાવી દઈએ કે આ સુપરસ્ટાર ચિરંજીવી એ વર્ષ 1978માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ પુનાધિરાલ્લુથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું અને એ પછી થી એમને તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. આજે પણ તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેકિંગ બિઝનેસ કરે છે.

4 દાયકાનું સફળ કરિયર 
ચિરંજીવીની ચાર દાયકાના કરિયરને શ્રદ્ધાંજલિ આપતાં તેમને IFFI માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીના એમના આ શાનદાર સફરમાં ચિરંજીવીને ઘણા એવોર્ડસથી સન્માનિત કરવામાં આવ્યા છે ઉપરાંત એમને 10 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે. આ સિવાય ચિરંજીવી સાઉથનો પ્રતિષ્ઠિત કહેવાતો નંદી એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. જણાવી દઈએ કે એમને ચાર વખત નંદી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગોવામાં આયોજિત 53મો IFFI ફિલ્મ ફેસ્ટિવલમાં સલમાન ખાન, સુનીલ શેટ્ટી સાથે ઘણા દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી અને આ દરમિયાન ઘણા કલાકારોએ લાઈવ પરફોર્મન્સ પણ આપ્યું હતું.

વિજયેન્દ્ર પ્રસાદની સાથે આ સેલિબ્રિટીને પણ કર્યા સન્માનિત
જણાવી દઈએ કે ચિરંજીવીની સાથે સાથે દિગ્ગજ લેખક વિજયેન્દ્ર પ્રસાદ, અભિનેતા પરેશ રાવલ, અભિનેતા અજય દેવગન, સુનીલ શેટ્ટી અને મનોજ બાજપેયી સહિત ફિલ્મ ઉદ્યોગના ઘણા સભ્યોને IFFI 2022ના ઉદ્ઘાટન સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અજય દેવગણે કહ્યું હતું કે, "મને ફિલ્મો બનાવવાનો શોખ છે. અભિનય હોય કે નિર્માણ હોય કે દિગ્દર્શન, મને ફિલ્મોનું દરેક પાસું ગમે છે અને આ એવોર્ડ અને તમારા પ્રેમ બદલ આપ સૌનો આભાર.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ