ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / indian origin uk doctor sexually harrasing during treatment

OMG ! / 72 વર્ષીય ભારતીય મૂળનો ડોક્ટર દર્દીઓને કિસ કરીને કરતો હતો ટ્રીટમેન્ટ, 48 મહિલાઓના ગંભીર આરોપો બાદ જુઓ શું કહ્યું

Published By: Khyati

Last Updated: 04:03 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં ભારતીય મૂળના ડોક્ટર પર 48 મહિલાઓએ લગાવ્યા આક્ષેપ, સારવાર કરવાના બહાને મહિલાઓને કિસ,અને ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ

ADVERTISEMENT

  • વિદેશમાં ભારતીય મૂળના ડૉક્ટર પર આરોપ
  • 35 વર્ષ સુધી યૌન શોષણ કરવા બદલ દોષી
  • 48 મહિલાઓએ લગાવ્યો આરોપ 

મહિલાઓની સુરક્ષાને લઇને અવાર નવાર સવાલ ઉઠે છે. ત્યારે વિદેશમાં પણ એક એવી ઘટના સામે આવી જે સાંભળીને પહેલા તો વિશ્વાસ કરવો જ મુશ્કેલ થઇ પડે.  વાત છે સ્કોટલેન્ડમાં પ્રેક્ટિસ કરતા મૂળ ભારતીય ડૉક્ટર પર 48 મહિલાઓએ આરોપ લગાવ્યા છે.


35વર્ષ સુધી યૌન શોષણનો આરોપ
 
સ્કોટલેન્ડમાં પ્રેક્ટિસ કરતા 72 વર્ષીય ભારતીય મૂળના ડૉક્ટરને ગુરુવારે 48 મહિલા દર્દીઓ પર 35 વર્ષ સુધી યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો. જનરલ પ્રેક્ટિશનર કૃષ્ણા સિંહ પર કિસ કરવાનો, શરીરના અંગોને સ્પર્શ કરવો, અયોગ્ય તપાસ કરવાનો  અને ગંદી વાત કરવાનો આરોપ છે. જોકે, તેણે ગ્લાસગો હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ આરોપોને નકારી કાઢ્યા હતા.

ટ્રેનિંગ દરમિયાન આવુ શીખવાડ્યુ હતું- ડોક્ટર

ડૉક્ટરે  પોતાના બચાવમાં કીધું કે દર્દી જે આરોપોની વાત કરી રહ્યો છે તે એક તપાસ હતી. જે તેઓને ભારતમાં મેડિકલ ટ્રેનિંગ દરમિયાન શીખવાડવામાં આવી હતી. આથી દર્દીઓના આરોપો ખોટા છે.

જાતીષ ઉત્પીડન જીવનનો હિસ્સો-વકીલ

પીડિતોના વકીલ એન્જેલા ગ્રેએ કોર્ટમાં કહ્યું, કે  ડૉ. સિંહ નિયમિત રૂપે મહિલાઓની જાતીય ઉત્પીડન કરતા હતા. જાતીય ઉત્પીડન તેમની કાર્યકારી જીવનનો હિસ્સો હતો. ક્યારેક તે કોઈ અન્ય બહાને તો ક્યારેક  ખુલ્લેઆમ મહિલા દર્દીઓનું સેક્સ્યુઅલ ઉત્પીડન કરતા હતા.

શરતી જામીનની મંજૂરી આપી

કેસની સુનાવણી કરી રહેલી કોર્ટ  આવતા મહિને દોષિત ડૉક્ટરને સજા સંભળાવશે. જો કે, સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે દોષિત ડૉ. સિંહને પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપવાની મંજૂરી આપી છે.

એવોર્ડથી કરવામાં આવ્યુ છે સન્માન

નોંધનીય છે કે, ડૉ. કૃષ્ણ સિંહને સમુદાયના આદરણીય સભ્ય તરીકે જોવામાં આવતા હતા, તેમને તબીબી સેવાઓમાં તેમના યોગદાન બદલ રોયલ મેમ્બર ઑફ ધ ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)થી પણ નવાજવામાં આવ્યા હતા.હકીકતમાં, 2018માં એક મહિલાએ ડૉ.સિંહ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો. ત્યારપછી તેમના વર્તનની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ પછી, ડૉક્ટરને આવા 54 કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે મલ્ટીપલ સેક્સ અને અભદ્ર પ્રયાસો સામેલ હતા. જો કે તેની સામે કેટલાક આરોપો સાબિત થઈ શક્યા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

doctors world ગ્લાસગો હાઇકોર્ટ ડૉક્ટર યૌન શોષણ World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ