બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / Indian migrants highest remittance to mother land global migration report 2020

VTV વિશેષ / પરદેશમાં વસતા ભારતીયો માદરે વતન પૈસા મોકલવામાં પ્રથમ ક્રમે, આંકડો ચોંકાવનારો

Published By: Shalin

Last Updated: 05:50 PM, 30 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહારના દેશમાં વસવાટ કરીને પોતાના દેશમાં મની ટ્રાન્સફર કરતા લોકોની યાદીમાં ભારત અવ્વ્લ ક્રમે છે. દુનિયામાં બહારના દેશમાંથી પોતાના દેશમાં થયેલ કુલ વૈશ્વિક મની ટ્રાન્સફર 689 અબજ ડોલર છે જેમાંથી જંગી 78.6 અબજ ડોલરનું મની ટ્રાન્સફર બહારના દેશમાં વસતા 1 કરોડ 75 લાખ ભારતીયો વડે કરવામાં આવ્યું છે.

Global Migration Report 2020 મુજબ દુનિયામાં 3.5% લોકો બીજા દેશોમાં જઈને વસવાટ કરી રહ્યા છે. ભારતના સૌથી વધુ 1 કરોડ 75 લોકો, મેક્સિકોના 1 કરોડ 18 લાખ લોકો અને ચીનના 1 કરોડ 7 લાખ લોકો બીજા દેશોમાં જઈને વસ્યા છે. કુલ પરદેશીઓના 2/3 પરદેશીઓમાં લેબર પ્રકારના કામકાજ સાથે સંકળાયેલા છે. 

દુનિયામાં બહારના દેશમાંથી પોતાના દેશમાં થયેલ કુલ વૈશ્વિક મની ટ્રાન્સફર 689 અબજ ડોલર છે જેમાંથી જંગી 78.6 અબજ ડોલરનું મની ટ્રાન્સફર બહારના દેશમાં વસતા 1 કરોડ 75 લાખ ભારતીયો વડે કરવામાં આવ્યું છે. 2005 થી ભારતમાં થઇ રહેલું મની ટ્રાન્સફર વધી રહ્યું છે જે 2005માં 22 અબજ ડોલર હતું.

Source :  IOM Global Migration Report 2020

ભારત પછી 78 અબજ ડોલર સાથે બીજા નંબરે ચીન, ત્રીજા નંબરે ફિલિપાઇન્સ, ચોથા નંબરે ઇજિપ્ત અને પાંચમા નંબરે ફ્રાન્સનો સમાવેશ થાય છે. 

સૌથી વધુ 68 અબજ ડોલર સાથે મની ટ્રાન્સફર USAથી થયા છે. બીજો ક્રમ UAEનો છે જયારે ત્રીજા સૌથી વધુ ટ્રાન્સફર સાઉદી અરેબિયાથી થયા છે. 

USAમાં સૌથી વધુ 5 કરોડ પરદેશીઓ વસે છે. ત્યાર પછીના ક્રમે અનુક્રમે જર્મની, સાઉદી અરેબિયા, રશિયા અને UKનો સમાવેશ થાય છે.

કયા દેશોના સૌથી વધુ લોકો સ્થળાંતર પામ્યા છે? (Source : World Migration Report infographics YouTube)

ભારતીયો સૌથી વધુ UAE, USA અને સાઉદી અરેબિયાને વસવાટ માટે પ્રાથમિકતા આપે છે. ભારતમાં આવતા સૌથી વધુ પરદેશીઓ બાંગ્લાદેશથી આવે છે. ચીનના માઇગ્રન્ટ્સની સૌથી પહેલી પસંદગી USA છે. 

2000 ના અહેવાલ પ્રમાણે 2020 માં માઇગ્રન્ટ્સની સંખ્યા કરતા બમણી થઇ છે. કુલ પરદેશીઓના અડધાથી વધુ યુરોપ અને ઉત્તર અમેરિકા રહે છે.  

નિષ્ણાતોના મતે આ ટ્રેન્ડ આ જ પ્રમાણેનો રહેવાનો છે કારણ કે વિકાસશીલ દેશોની વસ્તી ઝડપથી વધી રહી છે જેના પગલે તેઓની આવતી પેઢીઓ બીજા દેશોમાં સ્થળાંતર કરે તેવી વધુ શક્યતા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Global Migration Report 2020 Indian migrants USA remittance માઇગ્રન્ટ્સ સાઉદી અરેબિયા VTV Special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ