બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / indian idol 12 winner pawandeep rajan was bus driver video riding bus viral

Television / Indian Idol 12ના વિજેતા પવનદીપ રાજન હતા ડ્રાઈવર ?, બસ ચલાવતો વીડિયો થયો વાયરલ

Published By: Premal

Last Updated: 12:58 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીના પોપ્યુલર સિંગિંગ રિયાલીટી શો ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા અમને મળી ગયા છે. રવિવારે થયેલા ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના જાદુઈ પ્રદર્શન દ્વારા આખા દેશનું દીલ જીતીને ઉત્તરાખંડમાં રહેતા પવનદીપ રાજન આ સિઝનના વિજેતા બની ગયા છે.

  • ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજન આ સિઝનના વિજેતા બન્યાં
  • પવનદીપ સારા સંગીતકારની સાથે એક સારા ડ્રાઈવર પણ છે?
  • પર્વતીય વિસ્તારો પર પવનદીપે ચલાવી બસ, વીડિયો થયો વાયરલ

હવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે પવનદીપ રાજન એક સિંગર છે, પરંતુ તેઓ બીજા ઘણાં કામોમાં માહેર છે. એક સારા સિંગર અને સંગીતકારની સાથે જ પવનદીપ રાજન એક સારા ડ્રાઈવર પણ છે. પહાડી રસ્તા પર પવનદીપ રાજન ફ્રેશ મિજાજમાં બસ ચલાવી રહ્યાં છે. જેનો વીડિયો પવનદીપે જાતે યુ-ટ્યુબ પર પોસ્ટ કર્યો હતો, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

પવનદીપનો વીડિયો થયો વાયરલ

પવનદીપ રાજન ઉત્તરાખંડના પહાડી વળાંકવાળા રસ્તા પર કમાલનું ડ્રાઈવિંગ કરી રહ્યાં છે. પવનદીપે પોતાના યુ-ટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ બસ ચલાવી રહ્યાં છે. વીડિયો જોઈને પ્રશંસકો કહી રહ્યાં છે, બધા કામ તમે કરી લેશો તો અમે લોકો શું કરીશું? વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગદર ફિલ્મનું ગીત મેં નિકલા ગડ્ડી લેકે ચાલી રહ્યું છે. હવે પવનદીપનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યાં છે.

હવે પવનદીપ બન્યાં બસ ડ્રાઈવર

હવે પવનદીપ પ્રોફેશનલ બસ ડ્રાઈવર છે કે નહીં આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આમ તો પવનદીપનો આ વાયરલ થયેલો વીડિયો 15 એપ્રિલ 2021ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી 7 લાખથી વધુ લોકોએ જોયો છે.  તો તેમની આ કલાને 3 લાખથી પણ વધુ લોકોએ વખાણી છે એટલેકે આ વીડિયોને ત્રણ લાખથી પણ વધુ લોકોએ લાઈક કર્યો હતો. 

પવનદીપે 5 સ્પર્ધકોને આપી મ્હાત

મહત્વનું છે કે, અરૂણિતા કાંજીવાલ, નિહાલ ટોરો, સાયલી કાંબલે, મોહમ્મદ દાનિશ અને શનમુખપ્રિયાને હરાવીને પવનદીપ રાજન શોના વિજેતા બની ગયા છે. થોડા દિવસો પહેલાં આ ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં અનુ મલિક, સોનુ કક્કડ, હિમેશ રેશમિયા, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, કુમાર સાનુ,વિશાલ દદલાણી, મીકા સિંહ, ભારતિ સિંહ, હર્ષ લિમ્બાચિયા, જય ભાનુશાળી, ધ ગ્રેટ ખલી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી અને જાવેદ અલી જોવા મળ્યાં. બધા સહભાગીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Idol 12 winner Pawandeep Rajan driver driving bus entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ