ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Indian captain virat kohli is most followed cricketer

સોશિયલ મીડિયા / માત્ર મેદાન નહીં સોશિયલ મીડિયામાં પણ દબદબો, વિરાટ કોહલી બન્યાં સૌથી વધુ ફોલો થનાર ક્રિકેટર

Published By: Dhruv

Last Updated: 08:39 PM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂ દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સોશિયલ મીડિયા પર સૌથી વધારે ફોલો થનારા ક્રિકેટરોમાંની યાદીમાં પહેલા નંબર પર છે. કોહલી આ દશકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન બનાવી ચૂકેલ છે અને આવું કરનાર કોહલી એક માત્ર ક્રિકેટર છે.

ADVERTISEMENT

Virat Sachin Dhoni

આ સિવાય, સોશિયલ મીડિયા પર પણ વિરાટ કોહલી ખૂબ એક્ટિવ છે. ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેનાં ત્રણ-ત્રણ કરોડથી વધારે ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર તે સૌથી વધારે ફોલો કરવામાં આવતા એક માત્ર ખેલાડી છે.

આ યાદીમાં સચિન તેંડુલકર બીજા નંબર પર આવે છે. તેમનાં ટ્વિટર પર ત્રણ કરોડ, ફેસબુક પર 2.8 કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર 1.65 કરોડ ફોલોઅર્સ છે. મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર તેટલાં એક્ટિવ નથી પરંતુ તેમ છતાં ધોની ત્રીજા નંબર પર છે. તેમનાં ઇન્સ્ટાગ્રામ પર 1.54 કરોડ, ટ્વિટર પર 77 લાખ અને ફેસબુક પર 2.05 કરોડ ફોલોઅર્સ છે.

Virat kohli with scahin and dhoni

પોતાનાં કરિયરમાં સૌથી બેસ્ટ પ્રદર્શન કરી રહેલ રોહિત શર્માનાં ત્રણેય પ્લેટફોર્મ પર એક કરોડથી પણ વધારે ફોલોઅર્સ છે. સુરેશ રૈનાનાં ટ્વિટર પર 1.67 કરોડ, ઇન્સ્ટાગ્રામ પર 90 લાખ અને ફેસબુક પર 31 લાખ ફોલોઅર્સ છે. યુવરાજ સિંહ ટ્વિટર પર 47 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 75 લાખ અને ફેસબુક પર 1.4 કરોડ ફોલોઅર્સ છે. જ્યારે પૂર્વ સ્પિનર હરભજન સિંહનાં ટ્વિટર પર 1.01 કરોડ, ઇન્સ્ટાગ્રામ પર 36 લાખ અને ફેસબુક પર 66 લાખ ફોલોઅર્સ છે.

જ્યારે દક્ષિણ આફ્રીકાનાં પૂર્વ ક્રિકેટર અબ્રાહમ ડિવિલિયર્સનાં ટ્વિટર પર 67 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 85 લાખ અને ફેસબુક પર 36 લાખ ફોલોઅર્સ છે. જ્યારે ભારતીય સલામી ક્રિકેટર શિખર ધવનનાં ટ્વિટર પર 41 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 48 લાખ અને ફેસબુક પર 89 લાખ ફોલોઅર્સની સાથે તે આગલા નંબર પર આવે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India MS Dhoni Sachin Tendulkar Social Media Virat Kohli એમ એસ ધોની વિરાટ કોહલી સચિન તેંડુલકર Social Media

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ