બ્રેકિંગ ન્યુઝ
ભારત તરફથી જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન દાખવતાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાંત શર્માએ 3 અને શમીએ બે વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે પોતાના કેરિયરમાં ચોથી વખત પાંચ વિકેટ લીધી. રનની જીતને લઇને ભારતનો આ વિદેશની ધરતી પર મોટો વિજય છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ સામે પણ ટેસ્ટની આ સૌથી મોટી જીત છે.
ADVERTISEMENT

પ્રથમ ટેસ્ટ મેચની વાત કરીએ તો ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 297 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય બોલરો પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન દાખવતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 222 રનમાં ઓલઆઉટ ગઇ હતી.
ઇશાંત શર્માએ પ્રથમ ઇનિંગ્સમાં સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. જેને લઇને ભારતને પ્રથમ ઇનિંગ્સમાં 75 રનની લીડ મળી હતી. જ્યારે ભારતની ટીમે બીજી ઇનિંગ્સમાં 7 વિકેટે 343 રન બનાવી ઇનિંગ્સ ડીકલેર કરી દીધી હતી. ભારેત વેસ્ટ ઇન્ડિઝ સામે 419 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં રહાણેએ 102ની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
ADVERTISEMENT

લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી વેસ્ટ ઇન્ડિંઝની ટીમ બીજી ઇનિંગ્સમાં 100 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આમ ભારત તરફથી જસપ્રીત બુમરાહે 5 ઇશાંત શર્માએ 3 અને શમીએ 2 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમની 9 વિકેટ માત્ર 50 રનની અંદર પડી ગઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Fifa World Cup 2026 / ટ્રૉફી તો બધાએ જોઇ છે..., પરંતુ આ વર્ષે ચેમ્પિયન્સને FIFA આપશે ગોલ્ડ 'Ring'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.