બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારે રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારત સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી. દર્શકોનાં શ્વાસ અધ્ધર કરી દે એવા મુકાબલામાં છેલ્લેથી બીજા બોલે શ્રીલંકાએ વિજય મેળવ્યો હતો.
છેલ્લી ઓવરમાં શ્રીલંકાને સાત રન કરવાના હતા. જેમાં છેલ્લા બે બોલમાં બે જ રન કરવાના હતા. અર્શદીપ સિંહે છેલ્લી ઓવર ખાસ્સી સારી નાખી હતી પણ સ્કોર ઓછો હોવાથી ભારત જીતનો પ્યાલો ચૂકી ગયું હતું.
ADVERTISEMENT
#IndvsSL | Sri Lanka (174/4) beat India (173/8 ) by 6 wickets in the #AsiaCupT20 Super-4 match pic.twitter.com/B9QRPbRMID
— ANI (@ANI) September 6, 2022
ADVERTISEMENT
18 ઓવર્સની રમતનાં અંતે શ્રીલંકાનો સ્કોર 4 વિકેટે 153, છેલ્લી ઓવર્સમાં શ્રીલંકાને જીતવા 21 રનની જરૂર
ADVERTISEMENT
સેટ બેટ્સમેન મેન્ડિસની વિકેટ પડી, 37 બોલમાં 57 રન બનાવીને આઉટ, યુઝવેન્દ્ર ચહલ ફરી ત્રાટક્યો
અશ્વિનને મળી પહેલી સફળતા, ગુણાતિલકા 7 બોલમાં એક રન બનાવીને આઉટ
ADVERTISEMENT
ચહલની એક જ ઓવરમાં ભારતની મેચમાં વાપસી, 12 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 2 વિકેટે 98
11 મી ઓવરમાં ત્રાટક્યો ચહલ
ADVERTISEMENT
યુઝવેન્દ્ર ચહલની એક જ ઓવરમાં ભારતને બે વિકેટ મળી હતી
શ્રીલંકા બીજી બેટિંગ કરવા ઉતર્યું હતું અને શરૂઆતની છ ઓવર્સમાં જ ભારતીય ફિલ્ડર્સને ચારે બાજુ દોડાવતા શ્રીલંકન ઓપનર્સે મજબૂત શરૂઆત અપાવી હતી. છ ઓવરનાં અંતે સ્કોર 57 રન થઈ ગયો હતો અને બેટિંગ એવરેજ 10 ની નજીક પહોંચી ગઈ હતી.
આજે પ્રથમ બેટિંગ કરતાં ભારતનાં બેટ્સમેનો ગાજ્યાં એવા વરસ્યા નહોતા. સેટ થઈને બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને બાદ કરતાં બીજો કોઈ બેટ્સમેન સારો સ્કોર કરી શક્યો નહોતો. દુનિયાની બેસ્ટ બેટિંગ લાઇનઅપ ગણાતી ટીમનો આ મિની ધબડકો કહીએ તો પણ ચાલે એવું સાધારણ બેટિંગ પર્ફોર્મરન્સ રહ્યું હતું. ભારતે 20 ઓવર્સમાં 173 રન બનાવતા 174 નો ટાર્ગેટ શ્રીલંકાને આપ્યો હતો.
Asia Cup #IndiavsSrilanka | India 173/8 in 20 overs (Rohit Sharma 72, S Yadav 34; Dilshan Madushanka 3/24, Chamika Karunaratne 2/27)
— ANI (@ANI) September 6, 2022
(Source: BCCI) pic.twitter.com/7OkflsOFq9
15 ઓવર્સની રમત બાદ સ્કોર 127
ટીમ ઈન્ડિયાની ઇનિંગનાં 15 ઓવર્સ બાદ ક્રિઝ પર એક લેફટી અને એક રાઇટી બેટ્સમેન હાજર હતા. સૂર્યકુમાર યાદવનાં રૂપે ટીમ ઈન્ડિયાની વધુ એક વિકેટ પડી હતી, સેટ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 29 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. 15 ઓવર્સ બાદ ભારતનો સ્કોર 4 વિકેટે 127 રન હતો.
રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે અપાવી ટીમને સ્થિરતા
શરૂઆતમાં ઝડપથી બે વિકેટ પડ્યા બાદ કેપ્ટન રોહિત અને સૂર્યકુમાર યાદવે ટીમને સ્થિરતા અપાવતા સારી પાર્ટનરશીપ કરી હતી. રોહિતે એક જ ઓવરમાં છગ્ગો અને ચોગ્ગો માર્યો હતો. ત્યાર બાદ તે લયમાં આવી ગયો હતો. તેની પાછળ પાછળ સ્કાય પણ પોતાનાં હીટિંગ મૂડમાં આવી ગયો હતો.
12 ઓવર્સમાં 109 રન
12 ઓવર્સનાં અંતે ટીમ ઇન્ડિયાનો સ્કોર 109 રન થઈ ગયો હતો જેમાં રોહિત શર્માનું મોટું યોગદાન રહ્યું હતું. 11 મી ઓવરમાં બંનેએ મળીને 18 રન લીધા હતા ત્યાર બાદ નેક્સ્ટ ઓવરમાં રોહિત કેચ આપી બેઠો હતો અને 41 બોલમાં 72 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.
Asia Cup #IndiavsSrilanka | India at 79/2 in 10 overs (Rohit Sharma 53*, S Yadav 17*)
— ANI (@ANI) September 6, 2022
(Pic Source: BCCI) pic.twitter.com/PMp4XLqCif
આજે શ્રીલંકા અને ભારત વચ્ચેની એશિયા કપની સુપર 4 મેચમાં ભારતીય બેટ્સમેનોએ નબળી શરૂઆત અપાવી હતી. એકતરફ શ્રીલંકાના બોલરોએ રન થવા દીધા નહોતા તો ભારતીય બેટ્સમેન રન બનવવાનાં ચક્કરમાં વિકેટ ગુમાવી બેઠા હતા.
વિરાટ શૂન્ય રને આઉટ
છેલ્લા કેટલાક સમયથી સતત નબળા ફોર્મમાં લગતા વિરાટ કોહલીએ છેલ્લી મેચમાં શાનદાર અર્ધી સદી ફટકારી હતી જેના કારણે ફરી આગવી લયમાં દેખાયો હતો પણ આજની મેચમાં એકદમ ખરાબ રીતે વિરાટ બોલ્ડ થયો હતો.
ASIA CUP 2022. WICKET! 2.4: Virat Kohli 0(4) b Dilshan Madushanka, India 13/2 https://t.co/TUBwEe6WC2 #INDvSL #AsiaCup2022
— BCCI (@BCCI) September 6, 2022
રોહિત શર્મા ફરી ટોસ હર્યો
એશિયા કપની સુપર-4 સ્ટેજની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પહેલી બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે. કેપ્ટન રોહિત શર્મા રોહિત શર્મા ફરી એક વખત ટોસ હાર્યો છે. ગઈ મેચમાં પણ ભારત ટોસ હાર્યું હતું અને બાદમાં મેચ પણ હાર્યું હતું. હવે ભારત જીતે તે ખૂબ જરૂરી છે.

અશ્વિનની ટીમમાં એન્ટ્રી
શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ એક મોટો ફેરફાર કર્યો છે. રવિ બીશ્નોઈનાં સ્થાને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાન સામે રવિ બીશ્નોઈને ટીમમાં સ્થાન મળ્યું હતું જેના સ્થાને આ વખતે અશ્વિનને તક મળી છે. ભારતની બેટિંગ લાઇન અપ લાંબી છે માટે બોલિંગ સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યૂ હોય એવું લાગી રહ્યું છે.
One change in the #TeamIndia Playing XI.
— BCCI (@BCCI) September 6, 2022
R Ashwin comes in for Ravi Bishnoi.
Live - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/yxZoLWYHTe
ભારતીય ટીમ:
ASIA CUP 2022. India XI: R Sharma (c), KL Rahul, V Kohli, S Yadav, R Pant (wk), H Pandya, D Hooda, B Kumar, Y Chahal, A Singh, R Ashwin.
શ્રીલંકન ટીમ:
Sri Lanka XI: D Shanaka (c), P Nissanka, K Mendis (wk), C Asalanka, D Gunathilaka, B Rajapaksa, W Hasaranga, C Karunaratne, M Theekshana, A Fernando, D Madushanka
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.