બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / india vs new zealand world cup match allrounder hardik pandya is fit to go for this game
ADVERTISEMENT
નોંધનીય છે કે હાર્દિક પંડયાને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ખભા ઉપર વાગ્યું હતું. જેના કારણે હાર્દિકની જગ્યાએ ઇશાન કીશન ફિલ્ડિંગ કરવા માટે મેદાન પર આવ્યા હતા. બાદમાં ભારતીય ટીમે વિલંબ કર્યા વગર હાર્દિકને સ્કેન માટે મોકલ્યો હતો.

ADVERTISEMENT
ન્યૂજ એજન્સી એએનઆઈએ આ ઘટનાક્રમથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પહેલા કરતા ઠીક છે. સૂત્રોએ કહ્યું, ' કોઈ સમસ્યા નથી તે પહેલા કરતા સારુ મહેસુસ કરી રહ્યા છે. આ સ્કેન ફકત સાવચેતી માટે કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ કોઈ ચાન્સ લેવા નતિ માંગતી કેમ કે રવિવારે ટુર્નામેન્ટની પ્રથમ મેચ હતી.

ADVERTISEMENT
પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક કમાલ નથી કરી શક્યો. જ્યારે છેલ્લી ઓવરોમાં ભારતીય ટીમને વધારે રનની જરૂર હતી, તો હાર્દિક પંડયાએ આંઠ બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા હારીસ રઉફના હાથે બાબર આઝમના હાથે કેચ આઉટ થયો હતો.

ADVERTISEMENT
ટી-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ હાર્દિકની ફિટનેસ પર સવાલો ઉઠયા હતા. હાર્દિકે પોતે પાકિસ્તાન સાથેની મેચ પહેલા તેની ફિટનેસને લઈને કહ્યું હતું કે આ મેચમાં બોલિંગ નહીં કરી શકું, પરંતુ જ્યારે નોકઆઉટ મેચ નજીક આવે છે ત્યારે તે બોલિંગ કરી શકે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.