બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / સ્પોર્ટસ / Cricket / India vs England 3rd Test Day 4: Yashasvi Jaiswal, Ravindra Jadeja Shine As India Register Biggest Win By Runs

ક્રિકેટ / BIG NEWS : રાજકોટમાં ટીમ ઈન્ડીયાની બીગ વિક્ટરી, 434 રનથી ઈંગ્લેન્ડને હરાવ્યું, રનપૂરમાં તણાયા 'અંગ્રેજો'

Hiralal

Last Updated: 05:27 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ટીમ ઈન્ડીયાએ ઈંગ્લેન્ડને 434 જેટલા મોટા રનથી હરાવીને ત્રીજી ટેસ્ટ જીતી લીધી છે.

  • રાજકોટ ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાની જીત 
  • ઈંગ્લેન્ડને 434 જેટલા મોટા રનથી હરાવ્યું 
  • પાંચ મેચોની સીરિઝમાં 2-1થી આગળ 

પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારત 2-1થી આગળ થઈ ગયું છે. રવિવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે ઈંગ્લેન્ડને 434 જેટલા મોટા રનથી હરાવીને શ્રેણીમાં સરસાઈ મેળવી છે. ભારતના 557 રનના મોટા ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ રીતે ભારતને મોટી જીત મળી હતી. 

ટેસ્ટ ઇતિહાસમાં રન મામલે ભારતીય ટીમની સૌથી મોટી જીત
ટેસ્ટ ઇતિહાસમાં રન મામલે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આ પહેલા તેની સૌથી મોટી જીત ડિસેમ્બર 2021માં મળી હતી. ત્યારે વાનખેડે ટેસ્ટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું. 

યશસ્વીએ બીજી ઈનિંગમાં બેવડી સદી ફટકારી
ભારતીય ટીમે ચોથા દિવસની રમતમાં શાનદાર શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલની બેવડી સદીના આધારે ભારતે 430 રનમાં બીજી ઈનિંગ ડિક્લેર કરી હતી. યશસ્વી 214 અને સરફરાઝ ખાન અણનમ 68 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. શુભમન ગિલે પણ આ સમયગાળા દરમિયાન પોતાની પ્રતિભા બતાવી હતી. તે 91 રનના અંગત સ્કોર પર રન આઉટ થયો હતો. ભારતે બીજી ઈનિંગમાં 4 વિકેટ ગુમાવી હતી. યશસ્વી જયસ્વાલે તેની ઈનિંગમાં રેકોર્ડનો ધબડકો કર્યો. તેણે સતત બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી, જ્યારે એક સિરિઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેના નામે હતો.

રોહિત-જાડેજાની પણ સદી 
આ મેચમાં ભારત તરફથી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી, જ્યારે બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. ભારતે બીજી ઈનિંગ 430 રનમાં ઈનિંગ ડિક્લેર કરી હતી. પ્રથમ દાવના આધારે ભારતે 126 રનની લીડ મેળવી હતી. બેન ડકેટે ઇંગ્લેન્ડ માટે પ્રથમ ઇનિંગમાં 150થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગમાં કોઇ બેટ્સમેન લયમાં દેખાયો ન હતો અને તમામ બેટ્સમેન 122 રન સુધી જ સીમિત થઇ ગયા હતા.

ભારત-ઈંગ્લેન્ડની 2-2 ઈનિંગ કેવી રહી 

ભારતે પ્રથમ ઇનિંગમાં 445 અને બીજી ઈનિંગમાં 430 રન બનાવ્યાં હતા આ રીતે ભારતે કુલ 875 રન બનાવ્યાં હતા. જવાબમાં પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 319 રન અને બીજી ઈનિંગમાં 122 રન બનાવ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ