બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India vs Australia 2nd Test Live Revenge in Sight for India

સ્પોર્ટ્સ / ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકશાને ફક્ત આટલા રન નોંધાવ્યા; ભારત પાસે જીતની તક

Published By: Shalin

Last Updated: 03:51 PM, 28 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવાસી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ અહીં રમાઈ રહી છે. બોક્સિંગ ડે ટેસ્ટના આજે ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગ્સમાં ૩૨૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ૧૯૫ રન બનાવ્યા હતા. આમ ટીમ ઇન્ડિયાએ ૧૩૧ રનની સરસાઈ મેળવતા ઓસ્ટ્રેલિયન ટીમ બેકફૂટ પર આવી ગઈ છે. ૧૩૧ રનના દેવા સાથે ઊતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગ્સમાં પણ શરૂઆત ખરાબ રહી હતી.

 ઓસ્ટ્રેલિયા 66 ઓવરમાં 6 વિકેટના નુકશાને 133 રન બનાવી શકી

બીજી ઇનિંગ્સમાં મેથ્યુ વેડે 40 રન બનાવ્યા હતા જેના સિવાય કોઈ બેટ્સમેન હજુ સુધી સન્માનજનક સ્કોર બનાવી શક્યું નથી. દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 66 ઓવરમાં 6 વિકેટના નુકશાને 133 રન બનાવી શકી હતી. 

રહાણે અને જાડેજાએ ૧૨૧ રનની શાનદાર ભાગીદારી નોંધાવી

અગાઉ ટીમ ઇન્ડિયાએ આજે પાંચ વિકેટે ૨૭૭ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. રહાણે અને જાડેજાએ ૧૨૧ રનની શાનદાર ભાગીદારી નોંધાવી ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ગઈ કાલે ૧૭૩ રનના સ્કોર પર ઋષભ પંત આઉટ થયા બાદ રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર આવ્યો હતો.

રહાણેએ ગઈ કાલે જ પોતાની કરિયરની ૧૨મી સદી પૂરી કરી લીધી હતી, પરંતુ આજે એક રન લેવાના ચક્કરમાં રહાણે રનઆઉટ થઈ ગયો હતો. આ જ ભારતીય ઇનિંગ્સનો ટર્નિંગ પોઇન્ટ રહ્યો હતો. 

ભારતીય ટીમ ૩૨૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી

ભારતીય ટીમે છેલ્લી પાંચ વિકેટ માત્ર ૩૨ રનના ઉમેરા સાથે ગુમાવી દીધી હતી. રહાણેએ ૨૨૩ બોલનો સામનો કરીને ૧૨ ચોગ્ગા સાથે ૧૧૨ રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ પણ ટેસ્ટ કરિયરની ૧૫મી અર્ધસદી ફટકારી હતી. જાડેજા સ્ટાર્કની બોલિંગમાં કમિન્ટના હાથમાં ઝિલાઈ ગયો હતો.

તેણે ૧૫૯ બોલનો સામનો કરીને ત્રણ ચોગ્ગા સાથે ૫૭ રન બનાવ્યા હતા. ત્યાર બાદ અન્ય કોઈ ભારતીય ખેલાડી મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો અને આખી ટીમ ૩૨૬ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.  ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને લિયોને ત્રણ-ત્રણ વિકેટ, કમિન્સે બે અને હેઝલવૂડે એક વિકેટ ઝડપી હતી.

કાંગારું ટીમની શરૂઆત ફરી એક વાર ખરાબ રહી હતી

૧૩૧ રનના દેવા સાથે ઊતરેલી કાંગારું ટીમની શરૂઆત ફરી એક વાર ખરાબ રહી હતી અને માત્ર ચાર રનના સ્કોર પર ઓપનર જોએ બર્ન્સ ઉમેશ યાદવની બોલિંગમાં ચાર બનાવીને પંતના હાથમાં ઝિલાઈ ગયો હતો. ત્યાર બાદ મેથ્યૂ વેડ સાથે લાબુશાને જોડાયો હતો.

આ બંનેએ મળીને ઓસી.નો સ્કોર ૪૨ રન સુધી પહોંચાડ્યો હતો ત્યારે જ અશ્વિન ત્રાટક્યો હતો અને તેણે લાબુશાનેને ૨૮ રને રહાણેના હાથમાં ઝિલાવી દીધો હતો. ત્યાર બાદ એક પછી એક વિકેટો પડી જતા દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે 133 રન 6 બીકેતના નુકશાને નોંધાવ્યા હતા. ભારત માટે જાડેજાએ બે વિકેટ, જસપ્રીત બુમરાહે, ઉમેશ યાદવે, મહોમ્મદ સિરાજે અને આર અશ્વિને એક-એક વિકેટ લીધી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Australia Cricket IND Vs AUS Team India ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ઇન્ડિયા sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ