બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / India Post Payments Bank becomes small finance bank, will provide small loans to customers

સુવિધા / પોસ્ટ ઑફિસને લઇને મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ગ્રાહકોને લોન પણ મળશે

Published By: vtvAdmin

Last Updated: 05:05 PM, 4 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત 5 વર્ષોમાં મોદી સરકારે પોસ્ટ ઑફિસમાં બદલાવ માટે ઘણા નિર્ણયો કર્યા.

આ સાથે જ સુકન્યા સમુદ્ઘિ યોજના (SSY) જેવી યોજનાઓને પોસ્ટ ઑફિસ સાથે જોડી. આ રીતે પોસ્ટ ઑફિસમાં બેંકિંગ સુવિધાઓ આપવાની પહેલ કરી. હવે સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. જાણીએ આ વિશે... 

વાસ્તવમાં સરકારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ને સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી ગ્રાહકોને પોસ્ટ ઑફિસથી લોન મળશે. આ પહેલી વખત છે જ્યારે પોસ્ટ ઑફિસમાં આ રીતની સુવિધા આપવામાં આવશે.

IPPBમાં હવે સેવિંગ્સ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, ગ્રુપ ટર્મ ઇન્સ્યુરન્સ, બિલ પેમેન્ટ્સ અને રિચાર્જ, ફંડ ટ્રાન્સફર, ડોરસ્ટેપ બેંકિંગ, DoP પ્રોડક્ટ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા મળશે.

આ બેંક  અંગેની વધારે જાણકારી મેળવવા માટે https://ippbonline.com/hi/web/ippb પર ક્લિક કરો.

1 સપ્ટેમ્બર 2018ના રોજ લોન્ચ થઈ હતી
IPPB 1 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સુવિધાઓ પહોંચાડવાનું છે. દેશમાં IPPB ઉપરાંત એરટેલ પેમેન્ટ્સ બેંક, FINO પેમેન્ટ્સ બેંક અને Paytm Payments Bank કાર્યરત છે. આ સિવાય અનેક સ્મોલ ફાઇનાન્સ બેંક પણ લોન આપે છે

દેશની સ્મોલ ફાઇનાન્સ બેંકો સેવિંગ્સ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, FD, RD, લોન, મ્યુચ્યુઅલ ફંડ અને ઈન્શ્યોરન્સ જેવી સેવાઓ પ્રદાન કરે છે. હાલમાં દેશમાં 10 નાની ફાઇનાન્સ બેંકો કાર્યરત છે.

AU સ્મોલ ફાઇનાન્સ બેંક, કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક, ઇક્વિટીઝ સ્મોલ ફાઇનાન્સ બેંક, ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, ઉજ્જવિન સ્મોલ ફાઇનાન્સ બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક, નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક અને જના સ્મોલ ફાઇનાન્સ બેંક ઉપલબ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

India Post business પોસ્ટ પેમેન્ટ બેંક લોન Facilities

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ