બ્રેકિંગ ન્યુઝ
ભારત-ઓસી. વચ્ચે બીજી ટેસ્ટ આવતી કાલે ૨૬ ડિસેમ્બરથી મેલબર્નમાં રમાવાની છે, જ્યાં ભારતીય રેકોર્ડ ઘણો સારો છે.
ADVERTISEMENT
પ્રથમ મેચ માર્ચ-૧૮૭૭માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી
મેલબર્નના ઐતિહાસિક મેદાનમાં ટેસ્ટ ઇતિહાસની પ્રથમ મેચ માર્ચ-૧૮૭૭માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. એ મેચ ઓસ્ટ્રેલિયાએ ૪૫ રનથી જીતી લીધી હતી. ભારતે મેલબર્નમાં પોતાની પ્રથમ ટેસ્ટ જાન્યુઆરી-૧૯૪૮માં રમી હતી, જેને ઓસ્ટ્રેલિયાએ ૨૨૩ રનથી જીતી લીધી હતી.
ADVERTISEMENT
આ મેદાન ઉપર ભારતની પ્રથમ મેચ
ત્યાર બાદ ભારતે ફેબ્રુઆરી-૧૯૪૮માં આ જ મેદાન પર રમાયેલી ટેસ્ટ ઇનિંગ્સ અને ૧૭૭ રનથી ગુમાવી હતી. જાન્યુઆરી ૧૯૬૮માં ઓસ્ટ્રેલિયાએ ભારતને ઇનિંગ્સ અને ચાર પરથી પરાજિત કર્યું હતું.
ADVERTISEMENT
ભારતે જાન્યુઆરી-૧૯૭૮માં ઓસ્ટ્રેલિયાને મેલબર્નમાં ૨૨૨ રને હરાવ્યું
ભારતે જાન્યુઆરી-૧૯૭૮માં ઓસ્ટ્રેલિયાને મેલબર્નમાં ૨૨૨ રને હરાવ્યું હતું. બંને ટીમ વચ્ચે ફેબ્રુઆરી-૧૯૮૧માં રમાયેલી ટેસ્ટ ટીમ ઇન્ડિયાએ ૫૯ રને જીતી લીધી હતી. ડિસેમ્બર-૧૯૮૫માં બંને ટીમનો મુકાબલો ડ્રો રહ્યો હતો. ૧૯૯૧માં ઓસ્ટ્રેલિયા આઠ વિકેટથી જીત્યું હતું.
ADVERTISEMENT
ભારત મેલબર્નમાં પોતાના પાછલા પ્રદર્શનથી ઉત્સાહિત થઈને વાપસી કરવા તૈયાર
ડિસેમ્બર-૧૯૯૯માં પણ ઓસ્ટ્રેલિયાએ ૧૮૦ રનથી અને ડિસેમ્બર-૨૦૦૩માં નવ વિકેટે જીત હાંસલ કરી હતી. ડિસેમ્બર-૨૦૦૭માં ઓસ્ટ્રેલિયા ૩૩૭ રનથી અને ડિસેમ્બર-૨૦૧૧માં ૧૨૨ રનથી જીત્યું હતું. ડિસેમ્બર-૨૦૧૪નો મુકાબલો ડ્રો રહ્યો હતો. છેલ્લે આ મેદાન પર ડિસેમ્બર-૨૦૧૮માં બંને ટીમ ટકરાઈ હતી, એ ટેસ્ટ મેચ ટીમ ઇન્ડિયાએ ૧૩૭ રનથી જીતી લીધી હતી.
ADVERTISEMENT
ભારતે ચેતેશ્વર પૂજારાના ૧૦૬ રનની મદદથી સાત વિકેટે ૪૩૩ રન બનાવીને ઇનિંગ્સ ડિકલેર કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૫૧ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં જસપ્રીત બૂમરાહે ૩૩ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ભારતે બીજી ઇનિંગ્સમાં આઠ વિકેટે ૧૦૬ રન બનાવીને ઇનિંગ્સ ડિકલેર કરી અને ઓસ્ટ્રેલિયા સામે ૩૯૯ રનનું લક્ષ્ય રાખ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૬૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી. બૂમરાહ અને રવીન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. બૂમરાહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આમ ભારત મેલબર્નમાં પોતાના પાછલા પ્રદર્શનથી ઉત્સાહિત થઈને વાપસી કરવા અને શ્રેણીમાં બરોબરી હાંસલ કરવાની આશા રાખી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.