ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / India loses 5th largest economy tag as UK, France rise

આંકડા / ભારત પાસેથી વિશ્વની 5મી અર્થવ્યવસ્થાનો તાજ છિનવાયો

Published By: Divyesh

Last Updated: 10:35 AM, 2 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2018માં ભારતીય અર્થવ્યવસ્થા સુસ્ત રહેવાના કારણે ભારત પાસેથી વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થાનો તાજ છિનવાઈ ગયો છે.  હવે ભારત અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ સાતમા સ્થાને પહોંચી ગયું છે. વિશ્વ બેંકના આંકડાઓ મુજબ 2018માં બ્રિટેન અને ફ્રાંસની અર્થવ્યવસ્થામાં ભારત કરતા વધુ ગ્રોથ જોવા મળ્યો છે.

ADVERTISEMENT


જેના કારણે બન્ને દેશ એક એક ક્રમ આગળ વધ્યા છે. બ્રિટેન પાંચમા સ્થાને છે તો ફ્રાંસ છઠ્ઠા સ્થાને છે. જેના કારણે ભારત પાંચમા સ્થાનેથી સરકીને સાતમા સ્થાને પહોંચી ગયું છે. જોકે અમેરિકા ટોપ પર યથાવત્ છે. આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય અર્થવ્યવસ્થા 2018માં 3.01 ટકા જ વધી છે.
 


જ્યારે વર્ષ 2017માં 15.23 ટકાનો વધારો થયો હતો. જ્યારે બ્રિટેનની અર્થવ્યવસ્થા 2018માં 6.81 ટકા વધી છે. ફ્રાંસની વાત કરીએ તો અર્થવ્યવસ્થામાં 2018માં 7.33 ટકાનો વધારો થયો છે. જેથી બ્રિટન અને ફ્રાંસ ભારતને પછાડીને આગળ સ્થાન પર આવ્યાં છે.

 


બ્રિટેનની અર્થવ્યવસ્થા વધીને 2.82 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. ફ્રાંસની 2.78 ટ્રિલિયન ડોલર અને ભારતની અર્થવ્યવસ્થા 2.73 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ કેન્દ્રની મોદી સરકારે આગામી પાંચ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાની વાત કરી છે. એવામાં વિશ્વ બેંકના આ આંકડા હેરાન પરેશાન કરી દે તેવા છે.

જો કે અર્થશાસ્ત્રીનું માનીએ ભારતનું સાતમા સ્થાન પર પહોંચવા પાછળનું કારણ અમેરિકા ડોલરના મુકાબલે રૂપિયો કમજોર થયો તે છે. ખરેખર, 2017માં અમેરિકાન ડોલરની સરખામણીએ રૂપિયામાં ત્રણ ટકા ઉછાળ હતો, પરંતુ 2018માં ભારતીય મુદ્રામાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

UK business indian economy અર્થવ્યવસ્થા ભારત Economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ