બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / 'India full of confidence, Chandrayaan-3 showed the world our strength': PM Modi in Greece, 5 major points of the address

કૂટનીતિ / 'આત્મવિશ્વાસથી ભરેલું ભારત, ચંદ્રયાન-3એ દુનિયાને બતાવી આપણી તાકાત': ગ્રીસમાં PM મોદી, સંબોધનની 5 મોટી વાતો

Vishal Khamar

Last Updated: 10:47 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ નરેન્દ્ર મોદીએ ગ્રીસનાં જંગલોમાં લાગેલી આગમાં થયેલ મૃત્યું પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, આજે હું ગ્રીસનાં લોકો પ્રત્યે સંવેદનાં વ્યક્ત કરૂ છું. જ્યારે અહીંયા જંગલોમાં આગ લાગી હતી. ત્યારે તે એક મોટું સંકટ બની ગયું હતું. જેનાં લીધે ગ્રીસમાં કેટલાય લોકોનાં મોત નિપજ્યા. ત્યારે સંકટની આ ક્ષણમાં ભારત ગ્રીસનાં લોકો સાથે ઉભું છે.

  • પીએમ મોદીએ જંગલમાં લાગેલી આગમાં મૃત્યું પામેલ લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું
  • પવિત્ર શ્રાવણ મહિનામાં  દેશે ફરી એક નવી સફળતા મેળવીઃ પીએમ મોદી
  • ભારતે ચંદ્રમાં પર તિરંગો લહેરાવીને વિશ્વને ભારતની તાકાતને પરિચય કરાવ્યોઃપીએમ

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે યૂનાનની રાજધાની એથેંસમાં ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે ચંદ્રયાન-3 ની સફળતાથી દુનિયામાં ભારતની તાકાત દેખાઈ. સાથે સાથે તેમણે કહ્યું કે હાલ શ્રાવણનો મહીનો ચાલી રહ્યો છે. એક પ્રકારથી શિવજીનો મહીનો છે અને આ પવિત્ર મહિનામાં દેશે ફરી એક નવી સફળતા મેળવી છે. ભારત ચંદ્રનાં ડાર્ક ઝોનમાં સાઉથ પોલમાં ઉત્તરણ કરવાવાળો પહેલો દેશ બની ગયો છે. પીએમ મોદીએ કહ્યું, ભારતે ચંદ્રમાં પર તિરંગો લહેરાવીને આખા વિશ્વને ભારતની તાકાતને પરિચય કરાવ્યો છે. દુનિયાભરમાંથી શુભેચ્છા સંદેશો આવી રહ્યા છે. લોકો તેમની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. ત્યારે આ શુભેચ્છાઓ દરેક ભારતીયને મળી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે આનંદનું વાતાવરણ હોય છે, તહેવારનું વાતાવરણ હોય છે ત્યારે મન કરે છે કે જલ્દી પોતાનાં પરિવારનાં લોકો વચ્ચે પહોંચી જાઉ. હું મારા પરિવારજનો વચ્ચે આવી ગયો છું. આજે ગ્રીસમાં તમારી વચ્ચે આવીને તેમને શુભેચ્છા પાઠવું છું. સફળતા એટલી મોટી હોય તો તેનો ઉત્સાહ પણ રહે છે. તમારા મોં પરથી જાણવા મળે છે કે ભારત તમારા દિલમાં ધડકે છે. તેમણે કહ્યું કે ધરતીએ ચંદ્રયાન-3 ને રાખડી રૂપે ચંદ્ર પર મોકલ્યું છે એટલે હવે ધરતી માતાનાં ભાઈ થયા ચંદ્રમા.

 ગ્રીસ-ભારત સંબંધો સદીઓ જૂના છેઃ વડાપ્રધાન

પીએમ મોદીએ એથેન્સને કાશી સાથે જોડતા કહ્યું, 'મારા પરિવારના સભ્યો, હું ઘણા દેશોમાં ગયો છું. પરંતુ અહીં આવવું મારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે એથેન્સનો ઘણો જૂનો ઇતિહાસ છે. કાશી જ્યાંનો હું સાંસદ છું. તે ખૂબ જ ઐતિહાસિક શહેર પણ છે.  ગ્રીસ-ભારત સંબંધો સદીઓ જૂના છે. આ સંબંધો સભ્યતા અને સંસ્કૃતિના છે. અમે બંને એકબીજા પાસેથી ઘણું શીખ્યા છીએ અને એકબીજાને ઘણું શીખવ્યું પણ છે.

ગ્રીસ અને મૌર્ય સામ્રાજ્ય વચ્ચે સારા સંબંધો હતાઃપીએમ મોદી

ભારત અને ગ્રીસ વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ કહ્યું, “ગ્રીસ અને મૌર્ય સામ્રાજ્ય વચ્ચે સારા સંબંધો હતા. જ્યારે વિશ્વના એક ભાગમાં લોકશાહીની ચર્ચા થતી ન હતી. તે સમયે આપણી પાસે લોકશાહી માળખું હતું. ભારતીય પરંપરા લોકોને જોડી રહી છે.  ગુરુ નાનક દેવે વિશ્વનો પ્રવાસ કર્યો હતો. તેની પાછળ તેમનું લક્ષ્ય 'દુનિયાને જોડવાનું', 'સર્વનું કલ્યાણ અને સૌનું હિત' હતું અને આજે પણ ભારત તેને આગળ લઈ જઈ રહ્યું છે. 'મેડ ઈન ઈન્ડિયા' રસીએ વિશ્વમાં કરોડો લોકોના જીવ બચાવ્યા, મંદિરો અને ગુરુદ્વારામાં ભંડારો અને લંગરો લગાવવામાં આવ્યા.

ગ્રીસ સરકારે મને ગ્રીસના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યોઃ પીએમ મોદી

પીએમ મોદીએ આગળ કહ્યું, 'તમે જોયું કે ગ્રીસ સરકારે મને ગ્રીસના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યો.  તમે બધા આ સન્માનના હકદાર છો. 140 કરોડ ભારતીયો આ સન્માનના હકદાર છે. હું આ સન્માન મા ભારતીના બાળકોને સમર્પિત કરું છું. તેમણે ગ્રીસના જંગલોમાં લાગેલી આગને કારણે થયેલા મૃત્યુ અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, 'આજે હું ગ્રીસના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. જ્યારે અહીંના જંગલોમાં આગ લાગી ત્યારે તે એક મોટું સંકટ બની ગયું હતું. ગ્રીસમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા. સંકટની આ ઘડીમાં ભારત ગ્રીસના લોકોની સાથે ઉભું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ