બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / India can make new history in world's largest cricket stadium

IPL 2021 / Video: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત રચી શકે છે નવો ઇતિહાસ, જુઓ સ્ટેડિયમનો નજારો

Published By: Shyam

Last Updated: 11:17 PM, 18 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

800 કરોડ કરતા પણ વધારેની કિંમત સાથે તૈયાર થયેલા મોટેરા સ્ટેડીયમનું રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિતશાહના હસ્તે 24મીએ લોકાર્પણ પણ થવાનું છે.

  • ક્રિકેટ ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટા સ્ટેડિમમાં આંતરરાષ્ટ્રીય મેચની શરૂઆત
  • 24 ફેબ્રુઆરીથી બે ટેસ્ટ અને પાંચ 20-20 રમાવાની શરૂઆત થશે
  • રાષટ્રપતિ અને ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે શુભારંભ થશે

ક્રિકેટ ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ મોટેરા આંતરરાષ્ટ્રીય મેચો માટે હવે તૈયાર છે અને આગામી 24 ફેબ્રુઆરીથી અહિયાં બે ટેસ્ટ મેચ અને પાંચ 20-20 મેચો સાથે કુલ 7 મેચ રમાવા જઈ રહી છે. 800 કરોડ કરતા પણ વધારેની કિંમત સાથે તૈયાર થયેલા મોટેરા સ્ટેડીયમનું રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિતશાહના હસ્તે 24મીએ લોકાર્પણ પણ થવાનું છે. 

63 એકર જમીન પર તૈયાર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમમાં પહોંચતા પહેલા જ એની ભવ્યતા એના બાંધકામ પરથી નજર સામે આવી જાય છે. સ્ટેડીયમમાં પહોંચવા માટે અલગ-અલગ ચાર પ્રવેશ દ્વાર તૈયાર કર્યા છે. સ્ટેડીયમ પરિસર બાદ મુખ્ય મેદાન અને પેવેલિયન પર જવા માટે પણ ખાસ ચાર દિશામાં ચાર એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે. 1.10 લાખ લોકોની બેઠક ક્ષમતા વાળા સ્ટેડીયમમાં પ્રવેશ માટે અનુચિત એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે. 

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પ્રવેશતા જ એન્ટ્રી પોઈન્ટ પર ખાસ હોલ ઓફ ફેમ ફોટો ગેલેરી આકર્ષણનું કેદ્ર બનશે. કારણ કે, આ ગેલેરીમાં નામ પ્રમાણે, ભારતીય ક્રિકેટની યાદગાર પળોને સાચવવામાં આવી છે. આ સિવાય પણ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ્યારે જીસીએના ચેરમેન હતા તે સમયની યાદગાર તસવીરો પણ અહીં સાચવવામાં આવી છે. કારણ કે, આપણા પ્રધાનમંત્રીનું જ ડ્રીમ હતું મોટેરાને વિશ્વનું નંબર 1 સ્ટેડિયમ બનાવવાનું. 

શું છે સ્ટેડિયમની ખાસિયત? 

મોટેરા સ્ટેડિયમની એન્ટ્રીતો જોઈ. પરંતુ દર્શકોને તો સ્વાભાવિક પણ સ્ટેડિયમ અંદરથી કેવું સુંદર અને કેટલું વિશાળ છે તે જોવાની ઉત્તેજના હશે. આવો જરા મોટેરાની અંદરનું સુંદરતા અને ખાસિયત પણ જોઈ લઈએ.

ભવ્ય મેદાન તો તમે નિહાળ્યું. પરંતુ આ મોટેરા સ્ટેડિયમની બીજી એક વિશેષતા એ પણ છે કે, અહીંયા કોઈપણ ખૂણેથી બેસીને તમે મેચ જોશો તો તમને બાઉન્ડી દેખાશે. 1.10 લાખ દર્શકો અહીં એક સાથે મેચ નિહાળી શકે છે. એટલું જ નહીં સ્ટેડિયમ એટલા માટે પણ ખાસ છે. કારણ કે, અહીં કૅલ 11 પીચ આવેલી છે. હવે જરા આપને ગ્રાઉન્ડનો નજારો પણ બતાવી દઈએ.  

સ્ટેડિયમમાં એક સાથે 1.10 લાખ લોકો મેચ જોઈ શકે છે 

મોટેરાની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો, અહીં ખેલાડીઓ માટે કુલ 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે. વરસાદી માહોલમાં માત્ર 30 મિનિટમાં જ મેદાનમાંથી પાણી વહીને બહાર નિકળી શકે તેવી ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરાઈ છે. સ્ટેડિયમમાં એક સાથે 1.10 લાખ લોકો મેચ જોઈ શકે છે. આ સાથે જ અહીં કૅલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેના કારણે સારી આવક પણ મેળવી શકાશે. બીજી વિશેષતા એ પણ છે કે, અહીં આઉટડોરની સાથે-સાથે ઈન્ડોર પ્રેક્ટીસ પીચ પણ તૈયાર કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2021 motera stadium અમદાવાદ મોટેરા સ્ટેડિયમ IPL 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ