બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સ લગાવનાર દેશ બન્યો ભારત, તોડ્યો વેસ્ટ ઇન્ડિઝનો રેકોર્ડ
Last Updated: 02:00 AM, 6 March 2026
T20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું છે. આ દિલધડક મેચમાં ભારતે ક્રિકેટ ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય બેટ્સમેનોએ એવો જોરદાર છગ્ગાનો વરસાદ કર્યો કે ટીમ ઇન્ડિયા હવે એક જ T20 વર્લ્ડ કપ એડીશનમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ઐતિહાસિક પ્રદર્શન સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝનો પાછલો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
ADVERTISEMENT
ઇંગ્લેન્ડ સામેની આજની મહત્વપૂર્ણ મેચમાં સંજુ સેમસન (89 રન) અને શિવમ દુબે (43 રન) ની ઇનિંગ્સને લીધે ભારત આ ટુર્નામેન્ટમાં કુલ છગ્ગા 88 સુધી પહોંચ્યું છે. જેમાં ભારતીય બેટ્સમેનોએ આ વર્લ્ડ કપ દરમિયાન સારી બેટિંગ કરી છે. મતલબ કે, ટીમે દર 10.8 બોલમાં સરેરાશ એક છગ્ગો ફટકાર્યો છે. સેમિફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ ઇંગ્લિશ બોલરોને હંફાવ્યા હતા. અને એક વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ બનાવ્યો છે.
A fourth #T20WorldCup Final for India beckons after victory in an absolute run-fest in Mumbai against England 💪
— ICC (@ICC) March 5, 2026
Read more on the thrilling action 👉 https://t.co/WPnrajAt2G pic.twitter.com/lPbOgKfWW4
ADVERTISEMENT
જો આપણે એક જ વર્લ્ડ કપ એડીશનમાં સૌથી વધુ છગ્ગા મારનારી ટોપની પાંચ ટીમોની યાદી પર નજર કરીએ તો ભારત ટોચ પર આવ્યું છે. ભારત બાદ 2026 માં, વેસ્ટ ઇન્ડીઝે 76 છગ્ગા સાથે ટુર્નામેન્ટમાં બીજા નંબરે છે. જ્યારે સાઉથ આફ્રિકા 72 છગ્ગા સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. આ યાદીમાં વેસ્ટ ઇન્ડીઝનો 2024 નું પ્રદર્શન (62 છગ્ગા) પણ સામેલ છે.

ADVERTISEMENT
ભારતની આ સિદ્ધિ સાબિત કરે છે કે તેઓ હવે માત્ર પરિસ્થિતિઓને અનુકૂલન કરવાની જ નહીં, પણ રમતને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરવાની માનસિકતા સાથે મેદાનમાં ઉતરે કરે છે. 2024ના એડીશનમાં ભારતે દર 14.78 બોલમાં છગ્ગો મારતું હતું. 2026માં આ ગતિમાં વધારો થયો છે. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામેનો આ રેકોર્ડ તોડવો એ ફેન્સ માટે ઉત્સાહનો વિષય નથી પરંતુ એ પણ દર્શાવે છે કે ભારતીય બેટિંગની ગેહરાઈ હવે વિશ્વના કોઈપણ બોલિંગ એટેકને ધ્વસ્ત કરવા સક્ષમ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.