બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK: પાકિસ્તાન વિરૂદ્ધ જીત તો થઇ ગઇ, પરંતુ આ 3 ભૂલ ટીમ ઇન્ડિયાને લઇ ડૂબશે!

મહિલા વર્લ્ડ કપ 2025 / IND vs PAK: પાકિસ્તાન વિરૂદ્ધ જીત તો થઇ ગઇ, પરંતુ આ 3 ભૂલ ટીમ ઇન્ડિયાને લઇ ડૂબશે!

Published By: Vishal Dave

Last Updated: 09:09 AM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીત મળવા છતાં મેચ દરમિયાન જોવા મળેલી ભૂલો ચિંતાનો વિષય છે. ટીમ ઈન્ડિયાએ એવી ભૂલો કરી જે ક્યારેક ભારે પડી શકે છે.

ટીમ ઈન્ડિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 માં પાકિસ્તાનને હરાવીને પોતાનો સફળ પ્રવાસ ચાલુ રાખ્યો. કોલંબોમાં રમાયેલી આ મેચમાં, હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે પોતાની મજબૂત બોલિંગની મદદથી પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું. આ સાથે, ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પોતાની બંને મેચ જીતીને શાનદાર શરૂઆત કરી. જો કે જીત મળવા છતાં મેચ દરમિયાન જોવા મળેલી ભૂલો ચિંતાનો વિષય છે. ટીમ ઈન્ડિયાએ એવી ભૂલો કરી જે ક્યારેક ભારે પડી શકે છે.

-ટોપ ઓર્ડર પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. ખાસ કરીને ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌરની નિષ્ફળતા ખાસ ચિંતાજનક હતી. સતત બીજી મેચમાં, કોઈ પણ ટોપ-5 બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નથી. જો દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અથવા ઇંગ્લેન્ડ જેવી ટીમો સામે આ જ પરિસ્થિતિ ચાલુ રહે તો જીત મુશ્કેલ બની શકે છે

- ફિલ્ડિંગ પ્રદર્શન એટલુ સારુ નહોતુ જેટલું હોવું જોઇએ. વિકેટકીપર રિચા ઘોષે બે સરળ કેચ છોડ્યા, શ્રીચરાનીએ પણ પોતાની બોલિંગમાં એક કેચ છોડ્યો. વધુમાં, ભારતીય ટીમે ખોટી ફિલ્ડિંગને કારણે ઘણી વખત વધારાના રન ગુમાવ્યા. આ ફિલ્ડિંગ ભૂલો ભવિષ્યમાં ટીમને નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચોઃ રોહિત શર્મા પાસેથી કેમ છીનવાઈ કેપ્ટનશીપ? એક-બે નહીં 5 કારણો જવાબદાર

-ત્રીજી ભૂલ DRSમાં થઈ અને એવા એવા સમયે રિવ્યૂ લેવામાં આવ્યા જ્યારે બેટ્સમેન સ્પષ્ટ નોટઆઉટ જણાતો હતો , અને એક સમયે એવું પણ બન્યું જ્યારે બેટ્સમેન સ્પષ્ટ આઉટ હોય તેવું દેખાતુ હોવાાછતા રિવ્યૂ લેવામાં આવ્યો ન હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Pakistan Women's World Cup 2025 Harmanpreet Kaur

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ