બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India Beat Bangladesh In 2nd Test Match By 3 Wicket IYER ASHWIN

IND vs BAN / અય્યર-અશ્વિન પર ઓવારી જશો! જુઓ કઈ રીતે હારેલી બાજી જીતી બાંગ્લાદેશનું સપનું તોડ્યું

Published By: Parth

Last Updated: 11:38 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં મેળવી જીત, જુઓ હાઈલાઈટ્સ ( India Beat Bangladesh In 2nd Test Match By 3 Wicket Highlights )

  • ભારતે બાંગ્લાદેશ સામે સીરિઝ જીતી 
  • અય્યર અને અશ્વિનનું શાનદાર પ્રદર્શન 
  • અંતમાં બાંગ્લાદેશના જડબામાંથી છીનવી જીત 

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં આખરે ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. મેચમાં વિકેટો પડી જવાના કારણે ભારતના ફેન્સના ધબકારા વધી ગયા હતા પણ ટીમના બે સ્ટાર ખેલાડીઑએ હારેલી બાજીને જીતી બતાવી. 

જીતનો શ્રેય બે હીરોને 
ટેસ્ટ મેચના ચોથા દિવસે શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિનની પાર્ટનરશિપના કારણે ટીમની ઈજ્જત બચી ગઈ અને મેચ 3 વિકેટથી જીતી લીધી. ટીમ ઈન્ડિયાએ સીરિઝ પણ 2-0થી પોતાના નામે કરી લીધી છે.  આ મેચના હીરો બે જ છે, અશ્વિન અને અય્યર, જેમણે સંકટમાંથી ટીમ ઈન્ડિયાને બહાર કાઢી. 

બાંગ્લાદેશનું સપનું તોડ્યું 
બાંગ્લાદેશે ભારતને 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથા દિવસની શરૂઆત 45-4 ના સ્કોર સાથે થઈ પણ જોત જોતામાં તો બીજી ત્રણ વિકેટ પડી ગઈ. લાગ્યું કે હવે ટીમ ઈન્ડિયા હારી જ જશે પણ અંતમાં અય્યરે 29 જ્યારે અશ્વિને 42 રન ફટકાર્યા અને બાંગ્લાદેશનું સપનું ચૂર ચૂર કરી નાંખ્યું.  

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચનો રેકૉર્ડ: 
કુલ ટેસ્ટ: 13 
ભારતની જીત: 11 
બાંગ્લાદેશની જીત: 0 
ડ્રો મેચ: 2 

સંકળાયેલા મુદ્દાઓ

IND vs BAN Ravichandran Ashwin Shreyas Iyer Team India IND vs BAN

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ