બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ind vs wi india won first odi against west indies dhawan missed to hit a century
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ત્રણ મેચોની સિરીઝની પ્રથમ વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાનો 3 રને વિજય થયો હતો.
વેસ્ટ ઈન્ડિઝનાં 6 વિકેટ ગુમાવીને 305 રન
ADVERTISEMENT
309 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 305 રન જ બનાવી શકી હતી. ભારતની જીતનો હીરો કેપ્ટન શિખર ધવન રહ્યો, જેણે 97 રનની ઇનિંગ રમી. આ સિવાય સિરાજે બે વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
India beat West Indies by three runs in first ODI to take 1-0 lead in three-match series
— Press Trust of India (@PTI_News) July 22, 2022
ADVERTISEMENT
309 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝે પાંચમી ઓવરમાં જ તેના સ્ટાર ઓપનર હોપની વિકેટ ગુમાવી દીધી હતી. હોપે માત્ર 7 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી મિયર્સ અને બ્રુક્સ બંનેએ આગેવાની લીધી હતી. બ્રુક્સ અને મિયર્સ વચ્ચે બીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી થઈ હતી.
ADVERTISEMENT
જોકે શાર્દુલ ઠાકુરે ભારતને મેચમાં પરત લાવ્યું હતું. બ્રુક્સ શાર્દુલની બોલ પર 46 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મિયર્સ પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને તે પણ 75 રનની સારી ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને કિંગ સાથે મળીને ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સિરાજે 25 રન બનાવીને પૂરનને આઉટ કર્યો હતો. પાવેલ પણ લાંબો સમય ટકી શક્યો નહોતો અને તે 6 રન બનાવીને ચહલનો શિકાર બન્યો હતો.
ADVERTISEMENT
For his captain's knock of 9⃣7⃣, @SDhawan25 bags the Player of the Match award as #TeamIndia seal a thrilling win over West Indies in the first ODI. 👌 👌 #WIvIND
— BCCI (@BCCI) July 22, 2022
Scorecard ▶️ https://t.co/tE4PtTx1bd pic.twitter.com/YsM95hV4gD
ADVERTISEMENT
ભારતે સારી બોલિંગ કરી
જો કે કિંગ એક છેડે મક્કમતાથી ઊભો રહ્યો હતો. એક સમયે લાગતું હતું કે વિન્ડિઝ જીતી જશે.
હુસૈન સાથે કિંગે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને જાળવી રાખ્યું હતું. છેલ્લી 6 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 60 રનની જરૂર હતી. હુસૈન સાથે કિંગે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને આશા સાથે બનાવી રાખ્યું હતું. પરંતુ ચહલ સામે કિંગ વધુ સમય ટકી શક્યો ન હતો અને 54 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.
હુસૈન શેફર્ડ સાથે મળીને વેસ્ટ ઈન્ડિઝને જીતની ખૂબ નજીક લઈ ગયા હતા. શેફર્ડે 39 અને હુસૈને 33 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત તરફથી સિરાજ, ચહલ અને શાર્દુલે બે-બે વિકેટ ઝડપી હતી.
ભારતની શરૂઆત સારી, પાછળથી ધબડકો
આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી. શિખર ધવનના 97 રનની મદદથી ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા. શુભમન ગિલે ધવનને સારો સાથ આપતા 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે પણ ત્રીજા નંબર પર તકનો લાભ લેવાનો પ્રયાસ કર્યો અને 54 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ માટે તેના સ્પિનર મોતીએ બે વિકેટ ઝડપી હતી. જોસેફ પણ બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. હુસૈનને એક વિકેટ મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.