બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SL Shikhar Dhawan india team

ક્રિકેટ / INDvsSL : ધવનની કેપ્ટનશીપમાં કોણ કરશે ઓપનિંગ? જાણો પ્લેઇંગ 11માં કોને મળી શકે છે સ્થાન

Ravi

Last Updated: 06:51 PM, 17 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત શ્રીલંકા સાથે 3 વન-ડે અને તેટલી જ ટી-20 મેચ રમવાનું છે.

  • ભારતની સંભવિત પ્લેઇંગ 11 જાહેર 
  • ધવન સાથે ઓપનિંગ માટે શૉ પ્રબળ દાવેદાર
  • હાર્દિકની બોલિંગ પર અટકળો 

પ્રત્યેક ખેલાડીને આ પ્રવાસમાં રમવાની તક મળશે
સિનિયર ખેલાડીઓ અત્યારે ઈંગ્લેન્ડ સામેની સિરીજની તૈયારીઓમાં છે તેવામાં BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનની આગેવાનીમા યંગબ્રિગેડને તૈયાર કરી છે. 13 જુલાઇથી શરૂ થવાની આ સિરીઝને કોરોનાને લીધે 18 જુલાઇ સુધી લંબાવવામાં આવી હતી. પ્રથમ મેચ માટે ભારતની પ્લેઇંગ 11 શું હશે એ બાબત જોવા જેવી રેહશે કારણ કે, રાહુલ દ્રવિડે આપેલા નિવેદન મુજબ પ્રત્યેક ખેલાડીને આ પ્રવાસમાં રમવાની તક મળશે. 

ધવન સાથે ઓપનિંગ કરવા માટે શૉ પ્રબળ દાવેદાર

અત્યારના ફોર્મની વાત કરીએ તો પૃથ્વી શૉ બાકીના ખેલાડીઓ કરતાં શિખર સાથે ઓપનિંગ કરવા માટે પ્રબળ દાવેદાર છે. શિખર અને શૉની જોડી IPLમાં દિલ્લી કેપિટલ્સ માટે પણ ઓપનિંગ કરે છે.તાજેતરમાં જ પૃથ્વી શૉએ દેવદત્ત પડિક્ક્લ, ઋતુરાજ ગાયકવાડ અને નીતિશ રાણાની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે. વિજય હજારે ટ્રોફીમાં શૉ સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન પણ બન્યો હતો. શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં ધવનની સાથે શૉ ઓપનિંગ કરી શકે છે પરંતુ બીજી મેચમાં આ ઓપનિંગ જોડી બદલાઈ પણ શકે છે. 

ભારતના મધ્યક્રમની કમાન સૂર્યા સંભાળશે 
ધવન અને શો પછી ત્રીજા નંબર પર સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત ધમાકેદાર રહી હતી. ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ નંબર 3 પર આવીને સૂર્યકુમાર યાદવે તાબડતોડ બેટિંગ કરી હતી. ચોથા નંબર પર અનુભવી મનીષ પાંડેને તક મળી શકે છે. પાંડે માટે આ સિરીજ ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટે પણ અત્યંત મહત્વની છે. 

હાર્દિકની ફિટનેસ પર અટકળો 
પાંચમા નંબર પર ઇશાન કિશનને તક મળી શકે છે. ઇશાન પોતાના દમ પર ટૂંક જ સમયમાં મેચને ફેરવી શકે છે. ત્યારબાદ પંડયા બ્રધર્સ ફિનિશર્સની ભૂમિકા ભજવી શકે છે. હાર્દિક પંડયા આ સિરીઝમાં બોલિંગ કરશે કે નહિ અને કરશે તો કેટલી ઓવર્સ ફેંકશે તે બાબત જોવા જેવી રેહશે. હાર્દિકનું વર્લ્ડકપ માટે ફિટ રેહવું ભારતીય ટીમના સંતુલન માટે અત્યંત જરૂરી છે. 

દિપક ચહર અને નવદીપ સૈની વચ્ચે થઈ શકે છે ટક્કર
બોલિંગ ડીપાર્ટમેન્ટની કમાન ભુવનેશ્વર કુમારના હાથમાં છે. તે સાથે જ સ્પિનર ચહલ અને કુલદીપ યાદવને તક મળી શકે છે. છેલ્લા કેટલાક સમયથી કુલદીપ ફ્લોપ જઈ રહ્યો છે તો પોતાનું ફોર્મ પાછું લાવવા માટે આ સિરીજ કુલદીપ માટે ખૂબ જ અગત્યની છે. ભુવનેશ્વર કુમારની સાથે બીજા પેસર તરીકે દિપક ચહર અને નવદીપ સૈની વચ્ચે ટક્કર થઈ શકે છે. દિપક નીચલા ક્રમે બેટિંગ પણ કરી શકે છે તો સૈનીના બદલે દીપકને તક મળવાની સંભાવના વધુ છે. 

આ હોઈ શકે છે ભારતની સંભવિત પ્લેઇંગ 11 
શિખર ધવન, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ઇશાન કિશન, હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, ભુવનેશ્વર કુમાર, દિપક ચાહર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
   
 

સંકળાયેલા મુદ્દાઓ

IND vs SL India Team Shikhar Dhawan sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ