બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:12 PM, 12 January 2024
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડમાં અત્યારે મહિલા ટી-20 ટૂર્નામેન્ટ સુપર સ્મૈશ લીગ રમવામાં આવી રહી છે. 11 જાન્યુઆરીએ રમવામાં આવેલા મેચમાં કંઈક એવુ થયુ હતું કે જે જાણીને હેરાન રહી જશો. આ મેચમાં ટોસ એક અજીબ રીતે કરવામાં આવ્યો હતો. આ મેચ કૈંટરબરી અને વેલિંગ્ટન વચ્ચે હતો. આ મેચમાં કૈંટરબરીની કેપ્ટન ફ્રાંસિસ મેક હતી. મેકેએ ટોસ સમયે કંઈક એવુ કર્યું કે જે ચર્ચાનો વિષય બન્યું હતું. જો કે આ મેચમાં તેની ટીમ જીત મેળવી શકી ન હતી અને 47 રનથી મેચ હારી ગઈ હતી.
A perfect bumper and she got the tail 😛@dream11 @supersmashnz #SuperSmashNZ pic.twitter.com/c1onBk4S16
— FanCode (@FanCode) January 11, 2024
ADVERTISEMENT
વેલિંગ્ટને આ મેચમાં પહેલા બેટીંગ કરી હતી અને 6 વિકેટ પર 154 રન બનાવ્યા હતા. જ્યારે કૈટરબરીની ટીમે 20 ઓવર રમીને 9 વિકેટ પર 107 રન જ બનાવી શકી હતી. પણ તેની કેપ્ટનશીપની હજુ પણ ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે કેપ્ટન ટોસ સમયે એક સિક્કો ઉછાળે છે. પણ ફ્રાન્સિસે આવુ કર્યુ ન હતું. તેને સિક્કાને હવામાં ઉછાળવાના બદલે જમીન પર સિક્કો ફેંકી દીધો હતો. જેથી સિક્કો ઘણો દુર ગયો હતો. આ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. જ્યારે ફ્રાન્સિસને પૂછવામાં આવ્યું કે તેમને આવુ કેમ કર્યું. તો તેને કહ્યું કે છેલ્લી કેટલીક મેચોમાં ઘણી વસ્તુઓ તેના પક્ષમાં થઈ રહી ન હતી. જેથી તેને કંઈક અલગ કરવાનું વિચાર્યું હતુ.તેને આશા હતી કે જે આવુ કંઈક કરશે તો પરિસ્થિતિ તેના પક્ષમાં આવી જશે. જો કે ટોસ વેલિંગ્ટનની ફેવરમાં પણ આવ્યો હતો. જેથી કેપ્ટન અમીલા કારે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
પણ મેચ જીતી શકી નહીં.
જો કે ટોસની આ નવી રીત ફ્રાંસિસને ગમી ન હતી...તેમ છતા તેની ટીમ હારી ગઈ હતી. ફ્રાન્સિસ ખુદ નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમના માત્ર 4 ખેલાડીઓ જ ડબલ ફિગર સુધી પહોંચ્યાં હતા. તમને જણાવી દયે કે કેટ એન્ડરસને 23, મેડેલીન પેનાએ 25, લિયા તાહુહુએ 11 અને મેલિસા બેંક્સે 17 રન બનાવ્યા હતા.વેલિંગ્ટન તરફથી અમીલા કારે પાંચ વિકેટ લીધી હતી. કૈંટરબરીની ટીમ આઠમાંથી માત્ર બે મેચ જ જીતી શકી હતી અને ચાર મેચમાં હાર મળી હતી. જ્યારે એક મેચ ટાઈ થયો હતો અને બીજા મેચનું પરિણામ આવ્યું ન હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.