બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:07 PM, 4 January 2024
ADVERTISEMENT
પહેલી ટેસ્ટ મેચમાં નબળા પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયાને કેપટાઉનમાં ટેસ્ટ જીતવાની સુવર્ણ તક મળી છે. જેનો શ્રેય ટીમ ઇન્ડિયાની બોલર બ્રિગેડને જાય છે. બુમરાહ, સિરાઝ સહિત બોલરોના બોલિંગના વાવાઝોડા સામે સાઉથ આફ્રિકાના બેસ્ટમેનો નિષ્ફળ નીવડ્યા હતા. જેને લઈને ભારતીય ટીમ જીતની નજીક પહોંચી શકી હતી. ભારતનો 7 વિકેટે વિજય થતા હવે ભારતનો આફ્રિકાનો પ્રવાસ પૂરો થયો છે. ભારતને 79 રનનો ટાર્ગેટ 12મી ઓવરમાં પૂરો કર્યો હતો. સિરાજે પ્રથમ દાવમાં 6 વિકેટ અને બુમરાહે બીજી ઈનિંગમાં 6 વિકેટ પોતાને નામ કરી છે. જેમાં મેચમાં બોલરોનો દબદબો રહ્યો હતો. પરિણામે સીરીઝ સરભર થઈ છે.દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં 12 વર્ષ પછી પ્રથમ કેપ્ટન રોહિત શર્માને સફળતા મળી છે.
Hitman and his men defeated South Africa within 2 days... Captaincy boltheee public 🔥🔥🔥@ImRo45 #hitman #RohitSharma #SAvsIND #ind pic.twitter.com/JvEjLoaq1R
— Jyothish Kalyan cult (B+ve) 💙 (@chowdarykalyanc) January 4, 2024
ADVERTISEMENT
147 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ટૂંકી ટેસ્ટ મેચ
ADVERTISEMENT
ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને પ્રથમ દાવમાં 55 રન અને બીજા દાવમાં 176 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને ભારત 14.2 ઓવરમાં પહેલા પૂરો કરતા 147 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ટૂંકી ટેસ્ટ મેચ બની ગઈ છે.
સાઉથ આફ્રિકા માત્ર 176 રનમાં ઓલ-આઉટ થયુ
પહેલા સાઉથ આફ્રિકારનો 55 રનમાં ધબડકો થયા બાદ ભારતીય ટીમ પણ માત્ર 153 રન જ બનાવી શક્યા હતા. જેમાં કેપ્ટન રોહિત શર્માએ 39, વિરાટ કોહલીએ 46 અને શુભમન ગિલ 36નું યોગદાન આપ્યું હતું. આ ટેસ્ટમાં બોલરોની ઘાતક બોલિંગ જોવા મળી હતી. આથી બીજા દાવમાં સાઉથ આફ્રિકા માત્ર 176 રનમાં ઓલ-આઉટ થઈ ગયુ હતું. ખાસ ઓપનર માક્રમએ 106 રનનું યોગદાન આપ્યું હતું.
ADVERTISEMENT
First Captain AFTER 12 YEARS to Draw A test series at south Africa !!
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) January 4, 2024
BOW DOWN TO ROHIT SHARMA!!🔥#INDvsSA pic.twitter.com/trXar6b4YE
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.