બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / In Surat, a young man threatened a young woman with an acid attack, questioning the work of the police

ગુંડાગર્દી / સુરતમાં ખુલ્લી તલવારના જોરે, સનકી યુવકે યુવતી પર એસિડ એટેકની ધમકી આપી કર્યું એવું કે પરિવાર ઘર છોડવા મજબૂર

Vishnu

Last Updated: 04:57 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીડિત પરિવારનો આક્ષેપ પોલીસે કહ્યું કઈ થયું નથી તો કાર્યવાહી કેમ કરાય, હવે પીડિત ઘર છોડવા મજબૂર, સોસાયટીના લોકોએ ન્યાયની માંગ ઉઠાવી

  • સુરત કડોદરામાં અસામાજીક તત્વોનો આતંક 
  • યુવતીની છેડતી કરી એસિડ એટેકની આપી ધમકી
  • રાહુલસિંગ નામનો યુવક અવારનવાર કરતો હતો યુવતીને પરેશાન: પીડિત પરિવાર

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સરાજાહેર પરિવારને મારી નાખવાની ધમકી આપી નબીરો યુવતી પર એસિડ એટેકની ધમકી આપી રહ્યો છે. પીડિત પરિવાર 3 વર્ષથી લુખ્ખાતત્વોનો આતંક ઝેલી રહ્યો છે. અનેક વખત પોલીસને રજૂઆત કરવા છતાંય પોલીસ કઈક અઘટિત બને તેની રાહે બેઠી છે. હાલ આ યુવક ગુંડાગર્દી કરી મનફાવે તેમ વર્તન કરી રહ્યો છે. પણ ન કોઈ કાર્યવાહી થઇ રહી છે. ન કોઈ આવારાતત્વો સામે બોલવાની હિંમત કરી રહ્યું છે. પોલીસ પણ હાથ પર હાથ ધરી બેઠી છે. ફરિયાદ કરી તો સબૂત માંગે છે. સીસીટીવી યુવકના આતંકનો બોલતો પુરાવો છે. છતાંય પોલીસ હજુ નબીરાને છાવરી રહી છે. પીડિત પરિવાર ઘર છોડવા મજબૂર થયો છે.

રાહુલસિંહ નામના સનકી યુવકની દાદાગીરી
સુરતના કડોદરામાં યુવતીને એસિડ એટેકની ધમકી આપી એક શખ્સ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યાના આરોપ લાગી રહ્યા છે. સીસીટીવીમાં એક શખ્સ ખુલ્લેઆમ હાથમાં તલવાર લઈ સોસાયટીમાં સરાજાહેર પીડિત પરિવારને જોઇ લેવાની ધમકી આપી રહ્યો છે.સીસીટીવીમાં જે નબીરો  ગુંડાગર્દી કરી રહ્યો છે તેનું નામ છે રાહુલસિંગ.પરિવારનો આરોપ છે કે યુવક 3 વર્ષથી પરેશાન કરી રહ્યો છે. સોસાયટીમાં આવી કે યુવતી શાળાએ જાય તો પણ અવાર નવાર બબાલ કરતો રહે છે.પીડિત પરિવાર રાહુલસિંહના ત્રાસથી એટલો કંટાળી ગયો છે કે તે હવે જો પોલીસ કોઈ કાર્યવાહી ન કરે તો ઘર છોડવા મજબૂર થયો છે.અને કહી રહ્યો છે કે ઘટનાથી અમે ડરી ગયા છીએ. સાથે જ આસપાસ રહેતા પાડોશી પણ પીડિત પરિવારને ન્યાય મળે તેની માગણી કરી રહ્યા છે.

સુરત પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી?
છેલ્લા 3 વર્ષથી આરોપી રાહુલસિંહ સતત યુવતીને અભ્યાસ ન કરવા દબાણ કરી રહ્યો છે. અનેક વખત માર મારવાની ધમકી અને હવે એસિડ એટેકની ધમકી આપી રહ્યો છે. પરિવારના કહ્યા પ્રમાણે શાળા પ્રશાસનથી માંડી પોલીસના મોટા અધિકારીઑ સુધી નબીરાની હરકતોની ફરિયાદ કરવામાં આવી હતી. પણ આરોપ મુજબ પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કેજ્યાં સુધી કઇ થાય નહીં ત્યાં સુધી કાર્યવાહી ન કરી શકાય, એસિડ એટેકની ધમકી આપી તેના પુરાવા લાવો. ત્યારે CCTV ફૂટેજ યુવકના આતંકનો બોલતો પુરાવો છે. તો શું હવે નબીરા પર કડક કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવાશે? એસિડ એટેકની ધમકી આપવીએ મોટો ગુનો છે પીડિતા કહી રહી છે કે યુવક હેરાન કરી રહ્યો છે તો શું સુરત પોલીસ યુવતી પર કોઈ અઘટિત બનાવ બને તેની રાહ જોઇ રહી છે? કેમ પીડિત પરિવારને મીડિયા સમક્ષ આવી પોતાના ન્યાય માટે રજૂઆત કરવી પડે છે. શું પોલીસ તેનું કામ ભૂલી ફરિયાદ લેવાને બદલે આવારા તત્વોને છાવરી રહી છે.  હાલ તો યુવકને સજા મળે તેની આશા પરિવાર રાખી રહ્યો છે. અને યુવકની ધમકીના ભયના ઓથાર હેઠળ ન્યાયની લડત ચલાવી રહ્યો છે.

યુવકની દાદાગીરી સી.સી.ટી.વી માં થઈ કેદ, પોલીસ તપાસ શરૂ
આખરે મામલાએ જોર પકડાતાં પોલીસે પીડિત પરિવારની ફરિયાદ નોંધી છે. રહી રહીને જાગેલી કડોદરા પોલીસે સી.સી.ટી.વી ફૂટેજના આધારે તપાસ હાથ કાર્યવાહી કરવાના દેખાડા કર્યા છે.. આવા આવારા તત્વોના આંતકને પોલીસ કેમ હેન્ડલ કરે છે અને પીડિત પરીવારને ન્યાય અને ભવિષ્યમાં સુરક્ષા આપે છે કે નહીં તે જોવું રહ્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ