ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / In Rajkot a young woman was beaten in public

ચકચારી ઘટના / રાજકોટમાં પ્રેમીની પત્ની અને એક પુરૂષે એવી બર્બરતા આચરી કે યુવતીને ખસેડાઇ હોસ્પિટલ

Published By: Ronak

Last Updated: 07:44 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં યુવતીને સરજાહેર માર મારવાનો બનાવ સામે આવ્યો છે. જેમા યુવતીના જે યુવક સાથે પ્રેમ સંબંધો હતા તેની પત્ની તેની સાથે અન્ય એક મહિલા અને એક પુરુષે યુવતીને સરજાહેર માર માર્યો જેથી યુવતીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

ADVERTISEMENT

  • રાજકોટમાં યુવતી સાથે બર્બપરતાનો બનાવ 
  • યુવતીના પ્રેમીની પત્નીએ તેને માર માર્યો 
  • યુવતીના ગુપ્તાંગમાં મરચું નાખી દેતા તેને હોસ્પિટલ ખસેડાઈ 

રાજકોટમાં એક યુવતી સાથે બર્બરતાનો મામલો સામે આવ્યો છે. અહિયા વધુ એક દિકરી અહિયા અત્યાચારનો ભોગ બની છે. યુવતી સાથે જે અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. તે સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણકે અહીયા એક યુવતીને પહેલા બે મહિલા અને એક પુરુષએ માર માર્યો અને બાદમાં તેના ગુપ્તાંગના ભાગે મરચું નાખ્યું હતું. 

અવધ રોડ સુધી યુવતીને માર મારતા લઈ ગયા 

આ બનાવને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સાથેજ લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. યુવતીને પરેવડી ચોકથી બે મહિલા અને એક પુરુષે માર માર્યો અને ત્યાથી માર મારતા મારતા  અવધ રોડ સુધી લઈ ગયા હતા. જેથી રોડ પર પણ મોટા પ્રમાણમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

યુવતીના પ્રેમીની પત્નીએ માર્યો માર  

એવી માહિતી સામે આવી છે કે જે બે મહિલાઓએ યુવતીને માર માર્યો તેમાથી એકના પતિ સાથે યુવતીના પ્રેમ સંબંધો હતા. જેથી તેણે આ કૃત્ય આચર્યું છે. સાથેજ તેની સાથે અન્ય એક મહિલા અને એક પુરુષે પણ યુવતીને માર માર્યો હતો. 

યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ 

ઉલ્લેખનીય છે કે આરોપીઓએ યુવતીને રાજકોટના પરવડી ચોકથી લઈને અવધ રોડ સુધી લઈ માર મરતા લઈ ગયા હતા. જ્યા તેમણે યુવતીના ગુપ્તાંગમાં મરચુ પણ નાખ્યું. ઘટનાને કારણે યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી અને સમગ્ર મામલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી આરંભી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Crime avadh road rajkot પ્રેમ સંબંઘો યુવતીને સરજાહેર માર રાજકોટ rajkot crime

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ