બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In order to become 'Don' or 'Brother', more than 1000 street thugs roam in Ahmedabad with weapons!

રોલા પાડતાં લુખ્ખા / 'ડોન' કે 'ભાઈ' બનવાની લાયમાં અમદાવાદમાં 1000થી વધુ ગલીના ગુંડા હથિયાર સાથે ફરે છે !

Mehul

Last Updated: 05:02 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નિર્ણયનગરની નંદનવન આવાસ યોજનામાં રવિવારની રાતે ટપોરી ગેંગે રીતસર આતંક મચાવી સંખ્યાબંધ વાહનોની તોડફોડ કરી હતી. શહેરમા ગલી,મહોલ્લે લુખ્ખાઓ સશસ્ત્ર મચાવે છે આતંક

  •  અમદાવાદમાં અનેક ગેંગ મચાવી રહી છે આતંક
  • એક હજારથી વધુ યુવકો ઘાતક હથિયાર સાથે ફરે છે !
  • રોજ બરોજ મારકુટ, હત્યા અને લૂંટફાટના બની રહ્યા છે કેસ

સમાજના કેટલાક માન‌િસક રીતે ભટકેલા યુવકોમાં તેમના વિસ્તારના ડોન, ભાઇ, બાપ બનવાનો ક્રેઝ એટલો બધો જાગ્યો છે કે જેના કારણે શહેરમાં લો એન્ડ ઓર્ડરનાં ધજ્જિયા સરેઆમ ઊડી રહ્યાં છે. સામાન્ય બાબતમાં હત્યા, છૂરાબાજી, ગુંડાગીરી જેવી અનેક ઘટનાઓ ઘટી રહી છે, જેની પાછળનું કારણ એ‌િરયાના ભાઇ બનવા માટે નીકળેલા ટપોરીઓ પોતાની પાસે રાખતા ઘાતક હ‌િથયાર છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં રોજ એક હજારથી વધુ યુવકો પોતાની પાસે છરી, ચપ્પુ, ગુપ્તી, ‌રિવોલ્વર રાખીને સરેઆમ ફરતા હોય છે. 

નિર્ણયનગરમાં લુખ્ખાઓનો આતંક 

અમદાવાદના નિર્ણયનગરની નંદનવન આવાસ યોજનામાં રવિવારની રાતે પોતાની જાતને રાણીપનો બાપ કહેતા રો‌હિત ઠાકોર અને તેની ગેંગે રીતસર આતંક મચાવી સંખ્યાબંધ વાહનોની તોડફોડ કરી હતી અને નિર્દોષ લોકોને માર માર્યો હતો. પોલીસ જો રેગ્યુલર પેટ્રો‌લિંગ કરતી હોત તો રોહિત ઠાકોર અને તેની ગેંગ લાકડી, તલવાર તેમજ અન્ય ઘાતકી હ‌િથયારો લઇ બાઇક પર નીકળ્યા ત્યારે તેમને પકડી શકાયા હોત. આ સિવાય અમરાઇવાડીમાં થોડા દિવસ પહેલાં બે ગેંગ વચ્ચે હ‌િથયાર વડે ઘાતકી હુમલો થયો હતો, જ્યારે એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા પણ થઇ હતી. ગઇ કાલે મોડી રાતે નરોડામાં પણ અસામા‌જિક તત્ત્વોએ બે બાઇક સળગાવી દેતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. 

ગુનાખોરીને અંજામ આપવા માટે છરી સાથે રાખે છે

બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે હરદાસનગરની ચાલીમાં રહેતા વિજય ઉર્ફે વિજ્યો ઠાકોર એક ધારદાર છરી લઇ ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમે હરદાસનગરની ચાલી પાસે પહોંચી જઈ વિજયને પકડી પાડ્યો હતો અને તેની જડતી લેતાં તેની પાસેથી છરી મળી આવી હતી. પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ સિવાય વટવા પોલીસે પણ બાતમીના આધારે મકદુમ કુરેશીની એક છરી સાથે ધરપકડ કરી છે. છરી સાથે પકડાયેલા બંને આરોપીઓ ગુનાઇત માન‌િસકતા ધરાવે

રિક્ષા ચલાવવા બાબતે યુવક પર મિત્રોએ છરી વડે હુમલો કર્યો

વટવા વિસ્તારમાં રહેતા ‌રિયાજુદ્દીન શેખે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજાનાબાનુ, આજમ ઉર્ફે ટાઇગર અને યુસુફ ઉર્ફે બટાકા વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. ‌િરયાજુદ્દીનની ‌રિક્ષા શાકીરઅલી ચલાવતો હોવાથી આરોપી યુસુફ અને ટાઇગરને તે પસંદ હતું નહીં, જેના કારણે બંને આરોપીઓ શાકીરઅલી સાથે બબાલ કરતા હતા. ગઇ કાલે શાકીરઅલી ‌રિયાજુદ્દીનના ઘરે આવ્યો ત્યારે યુસુફ, આજમ અને ફરજાનાબાનુ આવ્યાં હતાં અને ‌રિયાજુદ્દીનની ‌રિક્ષા ચલાવવાની નહીં તેમ કહીને બબાલ કરી હતી. શાકીરઅલીને માર મારતાં હતાં ત્યારે ‌િરયાજુદ્દીન વચ્ચે પડતાં બંને આરોપીઓએ તેમની પાસે રહેલી છરી કાઢી હતી અને ‌રિયાજુદ્દીન પર હુલાવી દીધી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

પીએસઆઈ પર હુમલો થયો ત્યારે પોલીસ સફાળી જાગી હતી: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નવા પીઆઇ તરીકે કે.ડી. સાંખલાને મૂકવામાં આવ્યા બાદ અનેક મારામારી, બે હત્યા અને પીએસઆઇ સહિત બે પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના બની હતી તેમજ અઠવાડિયામાં ચાર વખત પથ્થરમારા જેવી ગંભીર ઘટનાઓ પણ બની હતી, જેના કારણે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સામે સ્થાનિક રહીશોએ કર્યા હતા. આ આક્ષેપો બાદ પોલીસે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું અને એક જ રાતમાં 40 કરતાં વધુ ટપોરીઓને ઘાતક હ‌િથયાર સાથે ઝડપી પાડ્યા હતા. એક જ વિસ્તારમાં જો 40 કરતાં વધુ લુખ્ખા તત્ત્વો ઘાતક હથિયાર સાથે પકડાયાં હોય તો અમદાવાદમાં કેટલા યુવકો હથિયાર લઇને ફરતા હશે. 
 

સોશિયલ મી‌ડિયામાં હ‌િથયાર સાથે ફોટો મૂકવાનો ટ્રેન્ડ

આજે લોકો સોશિયલ મી‌ડિયાનો ઉપયોગ વધુને વધુ કરતા હોય છે, જેમાં કેટલાક લોકો એવા ફોટોગ્રાફ્સ મૂકતા હોય છે કે તેમની માન‌િસકતા છતી થાય છે. રોહિત ઠાકોરે મચાવેલા આતંક બાદ તેનું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ સામે આવ્યું હતું, જેમાં તેના મિત્રો સાથે હ‌િથયારો લઇને ઊભો હોય તેવા ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા હતા. રોહિત સિવાય પણ બીજાં અનેક લુખ્ખાં તત્ત્વો છે, જે સોશિયલ મી‌ડિયામાં હ‌થિયાર સાથે રાખીને ફોટોગ્રાફ્સ પડાવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ