બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / In Johannesburg a car explodes underground in the air

ભયાનક બ્લાસ્ટ / જોહાનિસબર્ગમાં જમીન નીચે એવો બ્લાસ્ટ થયો કે ગાડીઓ હવામાં ફંગોળાઇ, સામે આવ્યો ચોંકાવનારો Video

Published By: Mahadev Dave

Last Updated: 06:29 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં જમીનની અંદર જોરદાર વિસ્ફોટ થયો હતો. જેને લઈને એક વ્યક્તિનું મૃત્યુ તથા 48 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં ચોંકાવનારી ઘટના
  • ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયાના સમાચાર
  • 48 લોકો ઘાયલ થયા

દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગ શહેરમાં બુધવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીં જમીનની અંદર જોરદાર વિસ્ફોટ થયો અને આખી સડક ઉખડી ગઇ હતી. ડામરનો રસ્તો ઉખડી જતાં ત્યાં મસમોટો ખાડો પડી ગયો હતો. વિસ્ફોટ દરમિયાન રસ્તા જપર ચાલી રહેલી કાર હવામાં ફુટબોલની જેમ ફંગોળાય હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ગેસ પાઇપ લાઇનમાં વિસ્ફોટને કારણે આ દુર્ઘટના ઘટી. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થઇ ગયું છે અને 48 લોકો ઘાયલ થયા છે. 

ગેસ પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થવાનું માનવું

ઘટના જોહાન્સબર્ગના બ્રી સ્ટ્રીટ વિસ્તારની છે, અહીં રહસ્યમય વિસ્ફોટના કારણે અનેક કારને નુકશાન પહોંચ્યું છે. બ્લાસ્ટ કેમ થયો તેનું સચોટ કારણ હજુ જાણવા મળ્યું નથી પરંતુ અધિકારીઓનું માનવું છે કે જમીનની અંદરથી પસાર થઇ રહેલા ગેસ પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થવાને કારણે આ વિસ્ફોટ થયો હશે. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે.

સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી

તો બીજી બાજુ સ્થાનિક ગેસ સપ્લાયરે સ્વીકાર્યું કે રસ્તા નીચેથી ગેસની પાઇપ લાઇન પસાર થાય છે અને તેમાં નાનું લીક પણ છે પરંતુ આ વિસ્ફોટ ગેસ પાઇપલાઇનના કારણે થઇ નથી.ઘટના બાદ સ્થાનિક તંત્રએ વિસ્ફોટ થયો ત્યાં જવાની મનાઇ કરી છે. પ્રભાવિત વિસ્તારોની વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Johannesburg explodes ગાડીઓ હવા જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકા ભયાનક બ્લાસ્ટ Johannesburg

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ