બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Important decision regarding the IND vs PAK match to be played in Ahmedabad

World Cup 2023 / અમદાવાદમાં રમાનાર IND vs PAK મેચને લઇ મહત્વનો નિર્ણય, જાણો મુસાફરોએ એરપોર્ટ પર કેટલાં કલાક પહેલાં પહોંચવું પડશે

Malay

Last Updated: 08:56 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Pakistan Match 2023: ભારત-પાકિસ્તાન મેચને લઈને અમદાવાદ એરપોર્ટ પર ગોઠવાયો લોખંડી બંદોબસ્ત, સુરક્ષાના કારણોસર મુસાફરોએ 4 કલાક અગાઉ એરપોર્ટ પહોંચવું પડશે.

  • ભારત-પાકિસ્તાન મેચને લઈને ચુસ્ત સુરક્ષા
  • અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત 
  • મુસાફરોએ 4 કલાક અગાઉ એરપોર્ટ પહોંચવું પડશે 

India-Pakistan Match 2023:  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓકટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ યોજાવાની છે, જેનો ક્રિકેટરસિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ભારતીયો સહિત આખી દુનિયા 14મી ઓક્ટોબરની રાહ જોઈ રહી છે. ભારત-પાકિસ્તાન મેચને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. સુરક્ષાના કારણોસર મુસાફરોએ 4 કલાક અગાઉ એરપોર્ટ પહોંચવું પડશે. ચાર્ટર્ડ પ્લેનની વધુ આવનજાવનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એર ટ્રાફિક અને સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા નવી ફ્લાઈટો શરૂ કરવામાં આવી છે.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/અમદાવાદ-એરપોર્ટ' title='<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/અમદાવાદ' title='અમદાવાદ'>અમદાવાદ</a> એરપોર્ટ'><a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/અમદાવાદ' title='અમદાવાદ'>અમદાવાદ</a> એરપોર્ટ</a> પર રન વે પર દોડાદોડી કરી રહ્યું હતું શ્વાન, ચાર જીપ પાછળ  દોડાવ્યા બાદ જોવા જેવી થઈ | A dog was running on the runway at Ahmedabad  airport

હોટલોનાં ભાવમાં ધરખમ વધારો
ભારત-પાકિસ્તાન ક્રિક્રેટ મેચને કારણે અમદાવાદ શહેરમાં હોટલ બુકિગમાં ભાવ વધારો થયો છે.  તેમજ મેચનાં કારણે હોટલો બુક થઈ ગઈ છે.  ક્રિકેટ મેચને લઈને હોટલોનાં ભાવમાં ધરખમ વધારો જોવા મળે છે. સ્ટેડિયમ અને તેની આસપાસથી લઈને છેક ગાંધીનગર સુધીની હોટલો બુકિંગ ફૂલ તેમજ ભાવમાં ત્રીસથી પચાસ ગણો વધારો જોવા મળે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ આવેલી અનેક હોટલો ફૂલ છે. 2000થી 4000 વાળી હોટલ રૂમનો ભાવ મિનિમમ દસથી બાર હજાર જેટલો ભાવ વધારો જોવા મળે છે. હોટલ હયાત, ITC નર્મદા વગેરે હોટલનાં ભાડામાં અધધ વધારો જોવા મળી રહ્યો છે. 

BCCI Secretary Jai Shah announced that water supply will be free in the World Cup.

ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ વધાર્યા ચાર્જ
ક્રિકેટ મેચની શરૂઆત થતાં જ અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય દિવસો કરતા ચાર્ટર્ડ પ્લેનોના મૂવમેન્ટમાં પણ વધારો થયો છે. ક્રિકેટના મહાસંગ્રામની શરૂઆત થતાં જ હાલના દિવસોમાં એરપોર્ટ પર રોજની 20થી વધુ ચાર્ટર્ડ પ્લેનની અવરજવર જોવા મળી રહી છે. 14 ઓક્ટોમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઇ રહી છે, ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ ચાર્જ વધાર્યા છે.

ચાર્ટર્ડ પ્લેન ઓપરેટરો ફસાયા
જેમાં મેચમાં આવતા ચાર્ટર્ડ પ્લેનના વિવિધ ચાર્જિંસ બે લાખને પાર પહોંચ્યા છે. મેચને લઇ એરપોર્ટ પર સેલેબ મૂવમેન્ટ વધવાને લઇ ચાર્જ વધારાયા છે. પેસેન્જરોએ તો પહેલાથી જ ટિકિટ બુક કરાવી દીધી છે, એવામાં છેલ્લી ઘડીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ ચાર્જ વધારતા ચાર્ટડ પ્લેન ઓપરેટરોએ પૈસા ચૂકવવા પડશે. એરપોર્ટ ઓથોરિટીની કમાઇ લેવાની લ્હાયમાં ચાર્ટર્ડ ઓપરેટરો ફસાયા છે. 

Topic | VTV Gujarati

એસ્કોર્ટીંગ માટે વસુલાશે 50 હજારની ફી
અમદાવાદ એરપોર્ટથી VVIPને એસ્કોર્ટ ફેસલિટી ફ્રીમાં નહી મળે, એસ્કોર્ટીંગ માટે 50 હજારની ફી વસુલવામાં આવશે. જનરલ એવીએશનના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પેસેન્જરની સંખ્યા ઘટાડીને લેવાતા ચાર્જમાં વધારો કરાયો છે. 8 પેસેન્જરના વસુલાતા ચાર્જની સામે સંખ્યા 6 કરી અગાઉના ચાર્જ કરતા ચાર્જ વધુ કરાયો છે.

ચાર્ટડ વિમાન ઓપરેટરોને ભારે નુકસાન 
VIP લાઉન્જ એક્સેસના ભાવમાં પણ 1 હજારનો વધારો કરાયો છે. પેસેન્જરના નામમા ફેરફાર કે એરક્રાફ્ટ કેન્સલેશનમાં પણ ચાર્જ વસુલાશે. દુબઇથી ચાર્ટર્ડ પ્લેનમાં આવતા લોકોના ચાર્જીસમાં પણ વધારો થયો છે. 15 પેસેન્જરની સામે 2.65 લાખનો ચાર્જ વસુલવામાં આવશે. એક પેસેન્જર દીઠ 17 હજારથી વધુનો ચાર્જ અને GST અલગથી વસુલાશે. પેસેન્જરોએ અગાઉથી બુકિંગ કરી દીધું હોવાથી ચાર્ટર્ડ પ્લેન ઓપરેટર્સ પેસેન્જરો પાસે વધુ ચાર્જ નહીં લઇ શકે. જેના કારણે ભારત પાકિસ્તાન મેચ પહેલા ચાર્ટર્ડ વિમાન ઓપરેટરોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ