બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Important decision of Ahmedabad Municipal Corporation

તંત્રનું લૉજિક / રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા તંત્રનો નવો નિર્ણય: કચરાની ટ્રૉલી જ રસ્તા પરથી હટાવી દેવાશે, જાણો શું છે કારણ

Malay

Last Updated: 07:51 AM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વિસ્તારોમાંથી સિલ્વર ટ્રોલીઓને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીના સર્વે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

  • રસ્તે રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજીનો મામલો
  • અમદાવાદ મ્ચુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય
  • શહેરમાંથી 97 જગ્યા પર કચરાની સિલ્વર ટ્રોલીને રોડ પરથી દૂર કરાશે

ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે અરજી કરવામાં આવી હતી. જે બાદ ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર શહેરમાં આવેલી  97 જેટલી સિલ્વર ટ્રોલીઓના લોકેશન પર કચરાનો સ્પોટ હોવાના કારણે તે વિસ્તારમાં ગાય-ભેંસ જેવા પશુઓ વધુ ફરતા જોવા મળે છે. 

કચરાના કારણે પશુઓ રોડ પર આવતા હોવાનુ તારણ 
ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટી દ્વારા આ સર્વેનો રિપોર્ટ રજૂ કરાયા બાદ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ 97 જગ્યાએથી હવે સિલ્વર ટ્રોલીઓને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના પૂર્વ ઝોનમાં 13, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4, મધ્ય ઝોનમાં 10, પશ્ચિમ ઝોનમાં 15, ઉત્તર ઝોનમાં 28, દક્ષિણ ઝોનમાં 19, દક્ષિણ પશ્ચિમમાં 8 એમ કુલ મળીને 97 સિલ્વર ટ્રોલીઓને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ચાર સભ્યોની મોનિટરિંગ ટીમની રચના કરાઈ
આ ઉપરાંત ટ્રોલી હટાવ્યા બાદ લોકો કચરો ફેંકી ન જાય તે માટે સવારના 6થી રાતના 12 વાગ્યા સુધી સુપરવિઝનની વ્યવસ્થા ગોઠવવાનું પણ આયોજન કરાયું છે. આ 97 લોકેશન પર ઓબ્ઝર્વેશન માટે ચાર સભ્યોની મોનિટરિંગ ટીમની પણ રચના કરી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ