બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / If you want to get good marks in the board exam then change these 7 habits from today
ADVERTISEMENT
હાલ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. એવામાં પરીક્ષામાં સારૂ પરિણામ મેળવવા માટે તમે અમુક ટિપ્સ ફોલો કરી શકો છો. સારૂ પરિણામ લાવવા માટે સ્ટડી મટેરિયલને એક વખત સારી રીતે વાંચી લો ત્યાર બાદ વારંવાર એકનું એક વસ્તુ ન વાંચો તેના કારણે કોન્ફિડન્સમાં કમી આવી શકે છે. પરીક્ષા પહેલા સ્ટૂડન્ટ્સે નવા ટોપિક્સ વાંચવાથી બચવું જોઈએ. તેમણે ફક્ત રિવીઝન પર જ ફોકસ કરવું જોઈએ. સ્ટૂડન્ટ્સે પરીક્ષા વખતે સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. આ સાથે ઘણા સ્ટૂડન્ટ્સ પરીક્ષા વખતે ભૂખ-તરસ પણ ભૂલી જાય છે આમ ન કરવું અને યોગ્ય ડાયેટ લેવી. પરિક્ષા વખતે યોગ્ય ઉંઘ લેવી અને ટાઈમ ટેબલ બનાવી યોગ્ય ટાઈમ મેનેજમેન્ટથી અભ્યાસ કરવો જોઈએ. પરીક્ષા વખતે વિદ્યાર્થીઓએ પ્રશ્ન પત્રને યોગ્ય રીતે વાંચી લેવું. તેના માટે 15 મિનિટનો સમય લેવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.