બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / If you want to buy gold, do it soon! Due to this rule jewelers are giving scheme

Gold / સોનાની ખરીદી કરવી હોય તો જલદી કરી લો! આ નિયમના કારણે જ્વેલર્સ આપી રહ્યા છે સ્કીમ

Published By: Ravi

Last Updated: 05:08 PM, 3 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોલ્ડ જ્વેલરી માટે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧થી હોલમાર્કિંગ ફરજિયાત થવા પર માર્કેટમાં હવે મોટો બદલાવ આવવો નિશ્ચિત છે. બુલિયન ડિલર્સ અને જ્વેલર્સનું કહેવું છે કે હોલમાર્કિંગ ફરજિયાત થતા પહેલાં જ્વેલર્સ સ્ટોક ક્લિયર કરવા માટે હોલમાર્કિંગ વગરની જ્વેલરી પર ડિસ્કાઉન્ટ આપી શકે છે. જો આવું ન કરવામાં આવે તો જ્વેલર્સે કેટલીક જ્વેલરી ઓગાળીને તેને હોલમાર્ક કરાવવી પડશે અને તેનાથી જ્વેલર્સને મેકિંગ ચાર્જનું પણ નુકસાન થઇ શકે છે.

  • સોનાની ખરીદી કરવી હોય તો જલદી કરી લો નિયમના કારણે જ્વેલર્સ આપી રહ્યા છે સ્કીમ
  • હોલમાર્કિંગ ફરજિયાત થતા પહેલાં જ્વેલર્સ સ્ટોક ક્લિયર કરવા માટે હોલમાર્કિંગ વગરની જ્વેલરી પર ડિસ્કાઉન્ટ આપી શકે છે
  • આઇબીજેએના સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે હોલમાર્કિંગ સેન્ટર્સને દેશના તમામ ભાગ સુધી પહોંચાડવાની જરૂર છે

 

હોલમાર્કિંગ ફરજિયાત થતા પહેલાં જ્વેલર્સ સ્ટોક ક્લિયર કરવા માટે હોલમાર્કિંગ વગરની જ્વેલરી પર ડિસ્કાઉન્ટ આપી શકે છે

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીએેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું છે કે હોલમાર્કિંગ ફરજિયાત થવાની સમય મર્યાદા જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ નોન હોલમાર્ક જ્વેલરી પર ડિસ્કાઉન્ટ વધશે. તેનાથી નોન-હોલમાર્ક ધરાવતા જ્વેલર્સને મોટું નુકસાન થશે. હોલમાર્ક વગરની જ્વેલરી મોટા ભાગે નાનાં શહેરો અને ગ્રામીણ ક્ષેત્રમાં વેચવામાં આવે છે, જ્યાં ગ્રાહકોને હોલમાર્કિંગ અને તેના ફાયદાની જાણકારી હોતી નથી. સરકાર હોલમાર્કિંગ પર આગામી વર્ષે ૧૫ જાન્યુઆરી સુધીમાં નોટિફિકેશન જારી કરીને જ્વેલર્સને બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)ની સાથે રજિસ્ટ્રેશન કરાવવા અને પોતાના વર્તમાન સ્ટોકને નિકાલ કરવા એક વર્ષનો સમય આપશે.

૩૦ હજાર જ્વેલર્સ પાસે જ હોલમાર્કવાળી જ્વેલરી વેચવા માટેના લાઇસન્સ 

બીઆઇએસએ ગોલ્ડ જ્વેલરી માટે સ્ટાન્ડર્ડના ત્રણ ગ્રેડ-૧૪ કેરેટ, ૧૮ કેરેટ અને ૨૨ કેરેટ નક્કી કર્યા છે. ગોલ્ડ હોલમાર્કિંગ ગોલ્ડની પ્યોરિટીનું સર્ટિફિકેટ હોય છે અને અત્યારે જ્વેલર્સ માટે તે ફરજિયાત નથી. ઇન્ડિયન એસોસિયેશન ઓફ હોલમાર્કિંગ સેન્ટર્સના પૂર્વ અધ્યક્ષ હર્ષદ અજમેરાએ જણાવ્યું કે ગયા નાણાકીય વર્ષમાં દેશમાં લગભગ ૧૦૦૦ ટન ગોલ્ડનું વેચાણ થયું હતું. તેમાંથી માત્ર ૪૫૦ ટન ગોલ્ડ જ હોલમાર્કવાળું હતું. આઇબીજેએના સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે હોલમાર્કિંગ સેન્ટર્સને દેશના તમામ ભાગ સુધી પહોંચાડવાની જરૂર છે. દેશમાં લગભગ ત્રણ લાખ જ્વેલર્સ છે. તેમાંથી ૩૦ હજાર જ્વેલર્સ પાસે જ હોલમાર્કવાળી જ્વેલરી વેચવા માટેના લાઇસન્સ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gold Gold Price Gold Scheme Licence gold offer Gold

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ