બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC World Test Championship Final Qualification Scenario Explained

ક્રિકેટ / ટેસ્ટ ચેમ્પિયનશીપ રોમાંચક તબક્કામાં; ભારતે ફાઈનલમાં પહોંચવા આટલું કરવું પડશે

Published By: Shalin

Last Updated: 08:47 PM, 1 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની દોડ હવે રોમાંચક બની ગઈ છે. પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ ટેસ્ટ જીતી લઈને ખુદને ફાઇનલની રેસમાં સામેલ કરી દીધી છે.

ટીમ ઇન્ડિયા હજુ બે ટેસ્ટ શ્રેણી (ઓસ્ટ્રેલિયા સામે બે અને ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ)માં છ ટેસ્ટ રમવાની છે. જો ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન સામે શ્રેણી ૨-૦થી જીતી જશે તો ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે છમાંથી ત્રણ ટેસ્ટ તો જીતવી જ પડશે.

આ છે રેસનું ગણિત

WTCની ફાઇનલ આગામી વર્ષે જૂનમાં પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી બે ટીમ વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે રેસ જામી છે, જોકે વર્ષનો અંત ભારતીય ટીમ WTCમાં બીજા સ્થાને રહીને કરશે. નવી સિસ્ટમમાં ટીમોનું રેન્કિંગ તેના પોઇન્ટ્સના આધાર પર નહીં, પરંતુ જીતની ટકાવારી પર કરવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી શરૂ થઈ એ પહેલાં ભારતની સરેરાશ ૭૫, ન્યૂઝીલેન્ડની ૬૨.૫૦ હતી. હવે જો ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન સામે ૨-૦થી શ્રેણી જીતી જાય તો તેની જીતની સરેરાશ ૭૦ થઈ જશે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાને ૭૦થી વધુ સરેરાશ હાંસલ કરવા માટે લગભગ ૧૨૦ પોઇન્ટની જરૂર છે. ભારતે હજુ બે ટેસ્ટ શ્રેણી (ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ)માં કુલ છ ટેસ્ટ રમવાની બાકી છે. આમાંથી ભારતે ત્રણ ટેસ્ટ તો જીતવી જ પડશે.

અન્ય એક સમીકરણ પ્રમાણે બે જીત અને ચાર ટેસ્ટ ડ્રો રહેવાની સ્થિતિમાં પણ ટીમ ઇન્ડિયા ક્વોલિફાય કરી લેશે. ઓસ્ટ્રેલિયા સામે વધુ એક જીત ટીમ ઇન્ડિયાનું કામ આસાન કરી દેશે. ઓસ્ટ્રેલિયા જો ભારત સામે ચાર મેચની શ્રેણી ૩-૧થી જીતી લેશે તો દક્ષિણ આફ્રિકા સામે અંતિમ શ્રેણી ૧-૧થી ડ્રો રહેશે તો પણ કાંગારું ટીમ ફાઇનલમાં પહોંચી જશે.

આ સમીકરણ પણ ફાઇનલની રેસ રોમાંચક બનાવશે 

જો પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડ બીજી ટેસ્ટ મેચ પણ જીતી લે અને જો ઈંગ્લેન્ડ ટીમ ઇન્ડિયાને હરાવી દે, એ ઉપરાંત દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા હારી જાય તો આ ટેસ્ટ ચેમ્પિયનશિપ બહુ જ રોમાંચક બની જશે, કારણ કે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેનારી બે ટીમ જૂનમાં રમાનારી ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા માટે રાહ મુશ્કેલ 

પાકિસ્તાનની ટીમ ૩૪.૬ ટકા સાથે પાંચમા અને ૨૮ ટકા સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ છઠ્ઠા નંબર પર છે. શ્રીલંકા ૨૬.૭ ટકા સાથે સાતમા અને વિન્ડીઝ ૧૧.૧ ટકા સાથે આઠમા નંબર પર છે. તળિયાની ચાર ટીમનું પોઇન્ટ ટેબલમાં ઉપર આવવું બહુ જ મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

ઓસી. પ્રથમ અને ભારત બીજા નંબર પર 

તાજેતરમાં મેલબોર્ન ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી. એ જીત બાદ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે માત્ર ૪.૨ ટકાનું અંતર રહી ગયું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ WTCના પોઇન્ટ ટેબલમાં ૭૬.૬ ટકા સાથે ટોચના સ્થાને છે, જ્યારે ભારત ૭૨.૨ ટકા સાથે બીજા નંબર પર છે. પાકિસ્તાન સામે જીત બાદ ન્યૂઝીલેન્ડ ૬૬.૭ ટકા સાથે ત્રીજા સ્થાન પર છે. ઈંગ્લેન્ડની ટીમ ૬૦.૮ ટકા સાથે ચોથા નંબર પર છે.

હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જ એવી ટીમ છે, જે ભારત અને ઓસ્ટ્રેલિયાને ટોચના બે સ્થાનથી નીચે સરકાવી શકે છે. ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણીમાં વિન્ડીઝને પરાજય આપ્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડ આગામી ફેબ્રુઆરીમાં ટીમ ઇન્ડિયા સામે ચાર ટેસ્ટની શ્રેણી રમવા ભારતના પ્રવાસે આવવાની છે.

ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં ૧૧ મેચ રમી છે, જેમાંથી ત્રણ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની આ પાંચમી શ્રેણી છે. અત્યાર સુધી ચાર ટેસ્ટ શ્રેણીથી ભારતે ત્રણ પોતાના નામે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યાર સુધી ૧૨ ટેસ્ટ રમી છે, જેમાંથી આઠમાં જીત થઈ અને ત્રણમાં હારનો સામનો કર્યો છે, એક ટેસ્ટ ડ્રો રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket ICC World Test Team India sports આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ક્રિકેટ ટીમ ઇન્ડિયા સ્પોર્ટ્સ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ