બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહિલા વર્લ્ડ કપમાં ભારતનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું છે. રવિવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતનો પરાજય થયો છે અને આ સાથે જ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ મેચ દક્ષિણ આફ્રિકાએ પોતાના નામે કરી લીધી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
South Africa win a thriller on the last ball 🔥#CWC22 pic.twitter.com/rimyHxrlSJ
— ICC Cricket World Cup (@cricketworldcup) March 27, 2022
ADVERTISEMENT
દક્ષિણ આફ્રિકાએ છેલ્લાં બોલે જીત મેળવીને 275 રન બનાવ્યાં
ADVERTISEMENT
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 274 રન બનાવ્યા હતાં જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. દક્ષિણ આફ્રિકાએ છેલ્લાં બોલે જીત મેળવીને 275 રન બનાવ્યા હતાં.
ટીમ ઈન્ડિયાની સિનિયર ખેલાડી અને કેપ્ટન મિતાલી રાજ ઝુલન ગોસ્વામી માટે આ એક સપનું તૂટ્યાં બરાબર છે. બંનેનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો, આવી સ્થિતિમાં દરેકની કોશિશ ઝુલન-મિતાલીને જીત સાથે વિદાય આપવાનો હતો. પરંતુ ભારત સેમીફાઈનલમાં જવાનું ચૂકી ગયું અને આ સાથે જ ભારતનું સપનું પણ તૂટી ગયું.
ADVERTISEMENT
ICC's Women's World Cup | South Africa win by 3 wickets against India at Christchurch
— ANI (@ANI) March 27, 2022
India fail to qualify for the semi-final
ADVERTISEMENT
છેલ્લી ઓવરમાં નો-બોલ ભારે પડી ગયો
દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં સાત રનની જરૂર હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ છેલ્લી ઓવર નાંખી, તેઓએ સારી બોલિંગ પણ કરી પરંતુ એક ભૂલ ભારે પડી ગઇ. છેલ્લી ઓવરના પાંચમા બોલ પર ટીમ ઈન્ડિયાને વિકેટ મળી હતી, એવામાં જીતની આશા જાગી હતી. પરંતુ દીપ્તિ શર્માનો તે બોલ નો-બોલ નીકળ્યો, જેમાં એક પણ વિકેટ મળી નહીં, એક રન પણ વધારાનો ગયો અને ફ્રી-હિટ પણ મળી.
ADVERTISEMENT
ભારતે બનાવ્યો હતો મોટો સ્કોર છતાં હારી ગયું
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી અને શાનદાર શરૂઆત કરી હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 71 અને શેફાલી વર્માએ 53 રન બનાવ્યા હતા. એ સિવાય કેપ્ટન મિતાલી રાજે 68 તો વાઇસ કેપ્ટન હરમનપ્રીત કૌરે 48 રન બનાવ્યા હતાં. આ ખેલાડીઓની જોરદાર રમતના કારણે ભારત 274 રન બનાવી શક્યું હતું.
જવાબમાં દક્ષિણ આફ્રિકા તરફથી લૌરા વોલ્વાર્ડટે પણ 80 રન બનાવ્યા હતાં જ્યારે લારા ગુડાલે 49 રન બનાવ્યા હતાં. અંતમાં મિગનોન પ્રીઝની ઇનિંગ્સ દક્ષિણ આફ્રિકા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ, જેઓએ 63 બોલમાં 52 રન બનાવ્યાં અને ટીમને વિજય અપાવીને જ વાપસી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.