બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / icc cricket world cup 2027 will played 14 team format with a Super Six stage

ક્રિકેટ / ક્રિકેટ વર્લ્ડ કપમાં મોટો ફેરફાર, જાણો કેટલી ટીમો રમશે

Published By: Noor

Last Updated: 09:01 AM, 1 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2027 માટે આઇસીસીએ મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ આ ટૂર્નામેન્ટમાં 14 ટીમો ભાગ લેશે અને હવે રાઉન્ડ રોબિનની જગ્યાએ સુપર સિક્સ ફોર્મેટના આધારે વર્લ્ડ કપ રમાઈ શકે છે.

  • આઈસીસી વર્લ્ડ કપ માટે આઇસીસીએ મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો
  • આ ટૂર્નામેન્ટમાં 14 ટીમો ભાગ લેશે
  • આઈસીસી આ ફોર્મેટ 2027ના વર્લ્ડકપમાં લાગુ કરી શકે છે

આઈસીસી આ ફોર્મેટ 2027ના વર્લ્ડકપમાં લાગુ કરી શકે છે. તમને જણાવી દઈએ કે 2003ના વર્લ્ડ કપમાં સુપર સિક્સ ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019ના વર્લ્ડ કપમાં રાઉન્ડ રોબિન ફોરમેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો અને દરેક ટીમે 9 મેચ રમી હતી.

ટેલિગ્રાફના એક રીપોર્ટ અનુસાર, આઇસીસીની બેઠકમાં 2015,2019 અને 2003 સુરપ સિક્સ મોડલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એ વાત પણ સામે આવી કે 10 ટીમમાં મોડલ પદ્ધતિથી સૌથી વધારે ફાયદો થયો હતો અને 2015માં સૌથી ઓછો ફાયદો થયો હતો અને સુપર સિક્સ મોડલ બંનેની વચ્ચે રહ્યું હતું. ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડ વર્લ્ડ કપને 10 ટીમો સુધી મર્યાદિત રાખવાના પક્ષમાં નહોતી.

શું છે સુપર સિક્સ મોડલ

તમને જણાવી દઈએ કે, સુપર સિક્સ મોડલમાં 14 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવે છે. એક ટીમ બંને ગ્રુપમાં 6-6 મેચ રમે છે. બંને ગ્રુપની ટોપ 3 ટીમો સુપરસિક્સ રાઉન્ડમાં આગળ વધે છે. પહેલાં રાઉન્ડમાં વધુ મેચ જીતનાર ટીમોનો સુપર સિક્સ રાઉન્ડમાં ફાયદો થાય છે, કારણ કે, વધુ મેચ જીતનારના પોઇન્ટ્સ પણ આગામી રાઉન્ડમાં ગણવામાં આવે છે. સુપર સિક્સ સ્ટેજમાં એક ટીમ અન્ય પાંચ ટીમ સાથે રમે છે અને તે પછી પોઇન્ટ્સના આધારે ટોપ 4 ટીમો સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવે છે. સુપર સિક્સ ફોર્મેટમાં વર્લ્ડ કપમાં કુલ 54 મેચ યોજાશે, જ્યારે 2019માં ફક્ત 48 મેચ યોજાઈ હતી.

તમને જણાવી દઈએ કે વર્ષ 2003 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી. લીગ સ્ટેજ અને સુપર સિક્સમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાએ સેનફાઇનલમાં કેન્યાને હરાવ્યું હતું. જોકે, તેને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે હારી ગઈ હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News ICC World Cup format Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ