બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Hyderabad Woman Finds Daughter With Her Boyfriend At Home, Kills Her

હૈદરાબાદ / હાર્ટ પીગળું ગયું ! ખૂબસુરત ભાર્ગવીને મળ્યું 'પ્રેમનું મોત', ઘરમાં પ્રેમી બોલાવતાં મમ્મીએ સાડીથી ભીસ્યું ગળું

Published By: Hiralal

Last Updated: 04:27 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક માતાએ બોયફ્રેન્ડ સાથે પકડાયેલી પોતાની સગીર છોકરીની હત્યા કરી નાખી હતી.

ઘરમાં બોયફ્રેન્ડને બોલાવવો અને તેની સાથે ઈશ્ક લડાવવો સગીર છોકરીને મોતમાં પડ્યો. હૈદરાબાદમાં એક માતાએ તેની સગીર છોકરીનું સાડીથી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. મહિલા તેને ઘરમાં બોયફ્રેન્ડ સાથે જોઈ હતી પછી આ ઘાતક પગલું ભર્યું હતું. 

કામ પરથી ખાવા ઘેર આવી તો પુત્રીને બોયફ્રેન્ડ સાથે પકડી 
પોલીસનું કહેવું છે કે જંગમ્મા નામની મહિલા તેની પુત્રી ભાર્ગવીને ઘરમાં બોયફ્રેન્ડ સાથે વાંધાજનક હાલતમાં જોઈ ગઈ હતી જે પછી તેણે બોયફ્રેન્ડને બહાર મોકલી દીધો અને ભાર્ગવી પર માર માર્યો હતો અને ઉશ્કેરાટમાં હત્યા કરી નાખી હતી. બુધવારે જંગમ્મા કામ પરથી ખાવા ઘેર આવી ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે ભાર્ગવી તેના બોયફ્રેન્ડ સાથે ઘરમાં હતી અને બન્ને વાંધાજનક હાલતમાં હોવાનું પણ કહેવાય છે. 

સગીર છોકરો મર્ડરની ઘટના જોઈ ગયો
જંગમ્માનો સગીર છોકરો તેની મમ્મીને ભાર્ગવીનું મર્ડર કરતાં જોઈ ગયો હતો અને તેણે જ પોલીસમાં ફરીયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આરોપી મહિલાની ધરપકડ કરી છે. 

માતાની ગેરહાજરીમાં બોયફ્રેન્ડને ઘેર બોલાવતી 
પોલીસે જણાવ્યું કે, જંગમ્મા ભાર્ગવીના લગ્ન કરાવવા માગતી હતી અને પરિવાર સારા છોકરાની શોધમા હતા પરંતુ ભાર્ગવી બીજા કોઈ છોકરાને પ્રેમ કરતી હતી અને માતાની ગેરહાજરીમાં બોયફ્રેન્ડને ઘેર બોલાવતી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Hyderabad Bhargavi death Hyderabad Jangamma murder હૈદરાબાદ ભાર્ગવી ડેથ Hyderabad Woman murder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ