ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / husband wife matter in ahmedabad and after then

અમદાવાદ / 3 વર્ષની દીકરીના પિતાના પ્રેમ પડી 26 વર્ષીય યુવતી, પ્રેમિકાએ પત્નીને ફોન કર્યોને થયું એવું કે...

Published By: Intern

Last Updated: 05:50 PM, 12 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં પતિ-પત્ની અને વોના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સોલા વિસ્તારમાં વધુ એક ઘટના સામે આવી છે. સોલા વિસ્તારમાં પ‌રણીતાને તેના પતિની પ્રેમિકાએ વોટ્સએપમાં મેસેજ કરીને હું તારા પતિને છેલ્લાં પાંચ વર્ષથી લવ કરું છું, તું એને છોડી દેજે આમ કહીને ધમકી આપતાં આ મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

ADVERTISEMENT

  • હું અને તારા પતિ છેલ્લાં પાંચ વર્ષથી પ્રેમમાં છીએ, તું એને છોડી દેજે
  • પતિ-પત્ની અને વોહનો મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો
  • યુવતી વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી
     

સોલા વિસ્તારમાં રહેતી ર૬ વર્ષીય પરિણીતાનાં લગ્ન તેના પતિ સાથે વર્ષ ર૦૧૩માં થયાં હતાં અને તેમને ૩ વર્ષની એક દીકરી પણ છે, પરંતુ છેલ્લા ૩ મહિનાથી પ‌રણીતા પોતાના પિયરમાં રહે છે. ગત ૧૦ માર્ચના રાતના ૧૧ વાગ્યે એક અજાણ્યા નંબરથી પરિણીતાના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ આવ્યો હતો.

પ્રતિકારત્મક તસવીર

ત્યારબાદ પ‌રણીતાએ તે મોબાઈલ નંબર પર વાત કરવાનું શરૂ કરેલું અજાણ્યા નંબર પરથી પ‌રણીતાને મેસેજ આવ્યો કે હું તારા પતિને લવ કરું છું, જેથી તું એને છોડી દે. બીજો એવો પણ મેસેજ આવ્યો કે હું અને તારા પતિ છેલ્લાં પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં છીએ, જેથી તું એને છોડી દે. આ સમગ્ર ઘટના પ‌રણીતાએ ૧૧ માર્ચના રોજ પોતાના પતિને ફોન કરી કહી. 

પ્રતિકારત્મક તસવીર

આ સમગ્ર વાત કરી ત્યારે પતિ પત્નીને ગંદી ગાળો આપવા લાગ્યો અને તું મને છોડી દે અને છૂટાછેડા આપી દે તથા તું તારા બાપના ઘરે જ રહેજે તેવી ધમકી આપી હતી. પ‌રણીતાના પતિએ ફોન કાપી નાખેલો અને તે પછી પ‌રણીતાએ અનેક વાર પ્રયત્ન કરવા છતાં પતિએ ફોન ઉપાડ્યો ન હતો, જેથી પ‌િરણીતાએ પતિ અને અજાણ્યા નંબર પરથી ફોન કરનાર યુવતી વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad gujarat અમદાવાદ ગુજરાત ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ