બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how to check lpg cylinder subsidy in account here is the process

સબસિડી / શું તમને પણ નથી મળતી LPG પર સબસિડી, ચેક કરો આ કારણ તો નથી ને

Published By: Premal

Last Updated: 06:54 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે LPG સિલિન્ડર ખરીદીએ છીએ, પરંતુ એવુ માનીને ચાલીએ છીએ કે સરકાર તરફથી મળતી સબસિડી આપણને મળતી હશે. પરંતુ શું ખરેખર, તમને સબસિડી મળી રહી છે કે નહીં, તેની ક્યારેય ભાળ મેળવી છે ખરી?

  • શું તમને LPG પર સબસિડી નથી મળતી?
  • સબસિડી મળે છે કે નહીં, તે તમે ઘર બેઠાં કરી શકો છો ચેક
  • એક વેબસાઈટ પર જઈ જાણી શકો છો સબસિડીનું સ્ટેટસ

સબસિડીની માહિતી મેળવવાની પદ્ધતિ
LPG સિલિન્ડર ગયા મહિને જુલાઈમાં મોંઘા થયા છે, એવામાં સબસિડીના કારણે સિલિન્ડરની મોંઘવારીથી લોકોને થોડી રાહત મળી છે. જો તમને ખબર નથી કે LPG સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં. સબસિડીની માહિતી મેળવવાની શું પદ્ધતિ છે આવો અમે તમને જણાવીએ. તમે આ કામ ઘર બેઠાં ઓનલાઈન પદ્ધતિથી જોઈ શકો છો.

ઘરબેઠાં ચેક કરો સબસિડી સ્ટેટસ
સૌપ્રથમ તમારે www.mylpg.in વેબસાઈટ પર જવુ પડશે. ત્યારબાદ તમને જમણી બાજુ ત્રણ કંપનીઓના ગેસ સિલિન્ડરની ફોટો જોવા મળશે. જે પણ તમારો સર્વિસ પ્રોવાઈડર હોય તેના ગેસ સિલિન્ડરની ફોટ પર ક્લિક કરો. બાદમાં એક નવી વિન્ડો ખુલશે. જેમાં તમને ગેસ સર્વિસ પ્રોવાઈડરની માહિતી હશે. જમણી બાજુ સૌથી ઉપર સાઈન-ઈન અને ન્યૂ યુઝરનું ઓપ્શન હશે, જેને સિલેક્ટ કરો. જો તમારી આઈડી પહેલેથી જ બનેલી છે તો તમારે સાઈન-ઈન કરવુ પડશે. જો આઈડી નથી તો તમારે ન્યૂ યૂઝર સિલેક્ટ કરવુ પડશે. ત્યારબાદ જે વિન્ડો ખુલશે તેમાં જમણી બાજુએ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રીનો વિકલ્પ હશે, જેને પસંદ કરો. હવે તમને ખબર પડી જશે કે તમને સબસિડી મળી રહી છે કે નહીં. જો તમને સબસિડી ન મળી હોય તો તમે 18002333555 ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.

સબસિડી ના મળવાના આ છે કારણો
ઘણાં લોકોને સરકાર LPG સિલિન્ડર પર સબસિડી આપતી નથી. જેનું એક કારણ હોઈ શકે છે કે તેમનું આધાર લિન્ક ના હોય. આ ઉપરાંત જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે તો તેવા લોકોને સરકાર સબસિડીના દાયરામાંથી બહાર રાખે છે. તેથી જો તમારી આવક 10 લાખ રૂપિયાથી વધારે છે તો તમે સબસિડીના હકદાર નથી. બીજી એક મહત્વની વાત એ છે કે જો તમારી આવક 10 લાખ રૂપિયાથી ઓછી છે, પરંતુ તમારી પત્ની અથવા પતિ પણ કમાય છે અને બંનેની આવક 10 લાખ અથવા તેનાથી વધુ છે તો પણ સબસિડી નહીં મળે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News LPG LPG Gas Cylinder Subsidy business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ