બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / how to book air ambulance in case of medical emergency

માંગ / જીવતદાન.! રસ્તા પર ટ્રાફિક વધતા એર એમ્બ્યૂલન્સની ડિમાન્ડ વધી, ભાડાથી લઈ બુકિંગ પ્રોસેસ સુધી જાણો બધું જ

Dinesh

Last Updated: 05:20 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તાજેતરમાં જરૂરિયાતમંદ દર્દીઓ જેમાં ખાસ કરીને પહાડ પર રહેતા અને દૂરના લોકો અને મુશ્કેલ વિસ્તારોમાં સમયસર સહાયતા પહોંચાડવા માટે 'સંજીવની સેવા' શરૂ કરી છે.

  • એર એમ્બ્યુલન્સની મદદથી દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી શકાય છે
  • ઈમરજન્સી દરમિયાન આ સેવાના કારણે દર્દીનો જીવ બચાવી શકાય છે
  • એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે પણ એર એમ્બ્યુલન્સ ઉપયોગી


તમે ટીવી ન્યૂઝ ચેનલમાં એર એમ્બ્યુલન્સની વાત સાંભળી હતી. થોડા સમય પહેલા જ લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડતા તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે પટનાથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પ્રકારના સમાચાર સાંભળીને તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ માત્ર જાણીતા લોકો અને પૈસાદાર જ કરી શકે છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આવું   નથી. એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. તેનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં વ્યક્તિનો જીવ બચાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છે. આજે અમે આ લેખમાં એર એમ્બ્યુલન્સ સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી શેર કરી રહ્યા છીએ.

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં એર એમ્બ્યુલન્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણા નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે. ભારતમાં દરરોજ માર્ગ અકસ્માતમાં વધારો થઈ   રહ્યો છે. આ   સ્થિતિમાં પીડિત સુધી સમય બગાડ્યા વગર મદદ પહોંચાડવા માટે   નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તાજેતરમાં જરૂરિયાતમંદ દર્દીઓ જેમાં ખાસ કરીને પહાડ પર રહેતા અને દૂરના લોકો અને મુશ્કેલ વિસ્તારોમાં સમયસર સહાયતા પહોંચાડવા માટે 'સંજીવની સેવા' શરૂ કરી છે. એઈમ્સ ઋષિકેશથી સંજીવની એટલે હેલિકોપ્ટર ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દેશના દરેક ખૂણાને કવર કરશે. જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર સારવાર મળી રહે. આ સુવિધાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ હેઠળ દેશમાં ત્રણ હેલિકોપ્ટર કોરિડોર બનાવવામાં આવ્યા છે. આ સેવા દરેક ઋતુમાં અને દરેક સમયે ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ભારતમાં સેવાઓનો પ્રસાર અને તબીબી સહાયમા સુધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હશે.

પ્રતિકાત્મક તસવીર

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં દેશમાં હેલિકોપ્ટર ક્ષેત્રને વેગ આપવા માટે ત્રણ નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી.   અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે એર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટને 'આકાશ' નામ આપવામાં આવ્યું છે.

શું છે સરકારનો પ્રોજેક્ટ 'આકાશ'
આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરુઆતમાં 6 મહિના માટે એઈમ્સ ઋષિકેશમાં   હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સેવા સેન્ટર શરુ કરવામાં આવશે. પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે પ્રથમ કોલના 20 મિનિટની અંદર હેલિકોપ્ટર દર્દી સુધી પહોંચે. હેલિકોપ્ટરમાં દર્દીને લઈ જવા માટે સ્ટ્રેચર અને ડોક્ટર હશે.   એક પાયલોટ પાસે જરૂરી તબીબી સાધનો હશે. આ હેલિકોપ્ટર ઈંધણ વગર પણ 300 કિમી સુધી ઉડાન ભરી શકે તેવી ક્ષમતા હશે. આ સમગ્ર સેવાનું કેન્દ્ર AIIMS ઋષિકેશનું હેલિપેડ હશે.

એર એમ્બ્યુલન્સ શું છે ?
કોઈ વ્યક્તિનો ગંભીર અકસ્માત થયો હોય તે વ્યક્તિને ઘટના સ્થળ પરથી અથવા તો એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકાય છે. આ એર એમ્બ્યુલન્સમાં પ્રાથમિક તબીબી સુવિધાઓ છે. તેમાં તે તમામ સુવિધાઓ છે જેના કારણે ઈમરજન્સી દરમિયાન દર્દીનો જીવ બચાવી શકાય છે. ખાસ કરીને તેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે દર્દીની સ્થિતિ વધુ ગંભીર હોય અને તેને ટ્રેન કે રોડ મારફતે હોસ્પિટલમાં ન લાવી શકાય.   આ સાથે   ત્યારે પણ ઉપયોગ કરી શકાય જ્યારે કેસ ગંભીર હોય અને રસ્તા પર ભીડ વધારે   હોય ત્યારની સ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે. 

એકદમ ઈમરજન્સી સમયે
ભારત સરકાર દ્વારા એવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે કે જો કોઈ ઈમરજન્સીમાં રસ્તા પર એમ્બ્યુલન્સ દેખાય તો તેને પહેલા રસ્તો આપવો જોઈએ. જે તમામ નાગરિકોની જવાબદારી બને છે. પરંતુ   તમે જાણો છો કે ભારતના રસ્તાઓની હાલત કેવી છે.   ઘણા સમયે દર્દીની પરિસ્થિતિ ગંભીર હોય છે અને એક-એક સેકન્ડ કિંમતી હોય છે.   આ   સ્થિતિમાં દર્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવે છે.

મલ્ટીપલ કેઝ્યુલિટી
ઘણી વખત ગંભીર અકસ્માત અથવા મોટી આગ લાગવાની ઘટનામાં વધારે   જાનહાનિ થઈ છે. આ સ્થિતિમાં ઘણા લોકોને એકસાથે હોસ્પિટલ લઈ જવા માટે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં   આ ખૂબ જ સારુ રહે છે. તેના દ્વારા ઘણા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી શકાય છે.

ઓર્ગન ટ્રાન્સપોર્ટેશન
ઓર્ગન ટ્રાન્સપોર્ટેશનમાં એર એમ્બ્યુલન્સનો ખૂબ જ વધારે ઉપયોગ થાય છે. કારણ કે ઓર્ગન ટ્રાન્સપોર્ટેશન કરવું ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે અને તેને લાંબા સમય સુધી બહાર રાખી શકાતા નથી. નહિં તો તેને નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દી સુધી અંગ પહોંચાડવા સૌથી મહત્વપૂર્ણ છે.

રિમોટ એરિયા
રિમોટ અથવા પહાડી વિસ્તારોમાં હોસ્પિટલો ઘણી દૂર હોય છે.   આ સ્થિતિમાં રોડ માર્ગે પહોંચવામાં વધુ સમય અને મુશ્કેલીઓ પડે છે.   ઘણી વખત પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અથવા બરફવર્ષા જેવી સમસ્યાઓના કારણે રસ્તાઓ એકદમ ખરાબ હોય છે. એવામાં એર એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે.

એર એમ્બ્યુલન્સની અંદર શું-શું હોય છે ?
એર એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સાથે જોડાયેલી ઘણી બાબતો હોય છે. ખાસ કરીને   બ્રીધિંગ એપ્રેટસ, મોનિટરિંગ સિસ્ટમ, પેસમેકર જેવા મશીનો હોય છે. આ સિવાય એર એમ્બ્યુલન્સમાં એડ્રેનાલિન, પ્રોપોફોલ, બીટા બ્લોકર, લોહીને પાતળા કરવાની દવા પણ હોય છે. આ સાથે જો દર્દીની સ્થિતિ વધુ ગંભીર હોય તો તેમાં બીજા મશીન જોડવામાં આવી શકે છે.

એર એમ્બ્યુલન્સને બુક કરાવવાનું ભાડું કેટલું ?
અલગ-અલગ હોસ્પિટલો અને કંપનીઓ એર એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી રહી છે.   એર એમ્બ્યુલન્સનું ભાડું અલગ અલગ હોઈ શકે છે. ભારતમાં એર એમ્બ્યુલન્સનું ભાડું 1.6 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા પ્રતિ કલાક સુધી હોય શકે છે. તેનાથી દર્દીની સ્થિતિ અનુસાર જરુર કરતા વધારે દવા અને મશીન પણ ઉમેરી શકાય છે.   1 લાખ રુપિયાથી લઈને 5 લાખ રૂપિયા પ્રતિ કલાકની વચ્ચે હોઈ શકે છે. એર એમ્બ્યુલન્સનું ભાડું   તેના પર નિર્ભર કરે છે કે તે ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે. તે અંતર પર આધાર રાખે છે અને હેલિકોપ્ટરના પ્રકાર પર પણ આધારિત છે.
 

એર એમ્બ્યુલન્સ કઈ રીતે બુક કરી શકો ?
આ માટે સૌથી પહેલા તમારે એર એમ્બ્યુલન્સ સેવા આપતી હોસ્પિટલ કે કંપનીના ઈમરજન્સી નંબર પર કોલ કરવો પડશે. સૌ પ્રથમ એ હોસ્પિટલને ફોન કરો જ્યાં તમારે એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને લઈ જવાનો છે. અથવા તે હોસ્પિટલને પણ કરી શકો છે જ્યાંથી દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવાનો હોય છે. હાલ   ઘણી ખાનગી ચાર્ટર કંપનીઓ એર એમ્બ્યુલન્સની સુવિધા આપી રહી છે. બાદમાં કસ્ટમર કેર પ્રતિનિધિને દર્દીની સ્થિતિ અથવા ગંભીરતા વિશે સરળ ભાષામાં વિગતવાર સમજાવો.   જેથી તે ગંભીરતા સમજી તમને શક્ય તેટલી વહેલી તકે સેવા પૂરી પાડી શકે. તમને જણાવી દઈએ કે આ પ્રકારની સેવા માટે હોસ્પિટલ અથવા કંપનીની   એક ખાસ ટીમ હોય છે.   જે તમે જણાવેલી   સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને તમને આ સેવાના ભાડા અને કેટલીક મહત્વપૂર્ણ પ્રાથમિક સારવાર વિશે પણ જાણકારી આપશે. આ પછી તે યુનિટ તેના ઇમરજન્સી મેનેજમેન્ટ યુનિટને એલર્ટ મોકલશે જેથી એર એમ્બ્યુલન્સને વહેલી તકે રવાના કરી શકાય. એર એમ્બ્યુલન્સ શક્ય તેટલી વહેલી તકે પહોંચશે અને દર્દીને તેની સેવા આપશે. મંજૂરી મળતા દર્દીને એર એમ્બ્યુલન્સના લેન્ડિંગ ઝોનમાં લઈ જવામાં આવશે. વિમાનની અંદર ઇન્સ્ટોલેશનના આધારે દર્દીને સીટ / સ્ટ્રેચર / એર બેડ પર યોગ્ય રીતે બાંધવામાં આવે છે. તમામ જરૂરી એર અને મેડિકલ ક્લિયરન્સ લીધા બાદ પ્લેન ડેસ્ટિનેશન પર ઉતરે છે સરકારી હોસ્પિટલમાંથી બુક કરાવવાના કેસમાં તમારે સરકારી હોસ્પિટલ અને જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરવો પડશે. તેમની સાથે વાત કર્યા બાદ પરિસ્થિતિ અનુસાર એમ્બ્યુલન્સની સુવિધા લઈ શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ