બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / how india canr each into t20 world cup semifinal all scenario and things you need to know
ADVERTISEMENT
ભારતની ટીમ માટે સારા સમાચાર
ટી-20 વર્લ્ડકપ 2021 માં પાકિસ્તાન સામે પહેલી મેચમાં હાર બાદ ભારત માટે સેમીફાઇનલની સફર મુશ્કેલ બની છે. ભારતીય ટીમને હજુ પણ 4 મેચ રમવી પડશે અને આગળ જવા માટે જરૂરી એ છે કે આ ચારેય મેચ જીતવી પડશે. ભારતીય ટીમના ગ્રૂપમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ન્યૂજીલેન્ડ, સ્કોટલેન્ડ અને નામીબીયા છે.
ADVERTISEMENT
પાકિસ્તાનની ટીમ જીતે તો ભારતને થશે ફાયદો
ભારતના ગ્રૂપમાં આજે પાકિસ્તાન અને ન્યૂજીલેન્ડનો મુકાબલો છે. ભારત માટે સારું રહેશે કે પાકિસ્તાનની ટીમ જીત હાસિલ કરે. આનાથી ભારતને ફાયદો થશે. ત્યાર પછી ભારતે ન્યૂજીલેન્ડને હરાવીને પોતાનું સ્થાન રાખવું પડશે. જો ન્યૂજીલેન્ડની ટીમ પાકિસ્તાનથી જીતી જશે અને ભારત પણ ન્યૂજીલેન્ડને હરાવશે તો ટેબલ વધારે રોમાંચક બનશે. ભારતને બાદમાં બીજી ત્રણ મેચનું પરિણામ પણ પોતાના પક્ષમાં કરવું પડશે.
ADVERTISEMENT

અફઘાનિસ્તાનની શાનદાર શરૂઆત
ADVERTISEMENT
જો ભારત અને પાકિસ્તાન બંને ન્યૂજીલેન્ડને હરાવશે અને તે બાદ ગ્રુપની બીજી ટીમ અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેન્ડ થી પણ જીતી જશે તો પાકિસ્તાન 10 અંકની સાથે ગ્રુપમાં ટોપ પર રહેશે. અને ત્યાંજ ભારત 8 માં નંબરે રહેશે. આવામાં ભારત અને પાકિસ્તાન અંતિમ ચારમાં જશે. ન્યૂજીલેન્ડની ટીમ આના બાદ તેની ત્રણ મેચ પણ જીતી જશે તો તેનો ક્રમ 6 રહેશે. અત્યારે ભારતને અફઘાનિસ્તાનથી સાવચેત રહેવું પડશે કેમ કે અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રનના મોટા અંતરમા જ હરાવીને શાનદાર શરૂઆત કરી છે. અફઘાનિસ્તાન ગ્રુપમાં કોઈને પણ ચોંકવી શકે છે.

ADVERTISEMENT
જો ન્યૂજીલેન્ડ ભારત અને પાકિસ્તાનને હરાવી દેશે તો ગ્રૂપમાં ટોપ કરવાના ચાન્સ વધી જશે. કારણ કે જો ઉલટફેર નહીં થાય તો પાકિસ્તાન અને કિવી ટીમ આ ગ્રુપમાં આગળ જશે.
જો અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન અને ન્યૂજીલેન્ડને હરાવી દે અને ભારતની સાથે હાર થાય તો મામલો હજુ પણ રોમાંચક બની જશે. કારણકે પાકિસ્તાન જો ન્યૂજીલેન્ડથી હારી પણ જાય તો તે 6 ક્રમે હશે અને ભારતને ફરી આગળ જવાનો ચાન્સ મળશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રમાનારી મેચ પર ઘણું નિર્ભર રહેશે. અને ભારતે આ બધી વાતો વિચાર્યા વગર 4 મેચો કેવી રીતે જીતવી તેના પર ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT

ભારતની બીજી મેચ 31 ઓક્ટોબરે ન્યૂજીલેન્ડની સામે છે. ત્યાં જ 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સાથે છે, 5 નવેમ્બરે સ્કોટલેન્ડ સામે અને 8 તારીખે ભારત નામીબીયા સાથે રમશે. ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપમાં ન્યૂજીલેન્ડની ટીમને ક્યારેય પણ હરાવી નથી શકી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.