બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે હાઉસિંગ ક્ષેત્રે ફુગાવાનો દર 2014-15 પછીનો સૌથી ઓછો રહ્યો છે. RBIના ડેટા પ્રમાણે હાઉસિંગ ઈન્ફ્લેશન 2015-16થી સતત વધી રહ્યું હતું. 2015-16માં આ ફુગાવો 3.4% હતો જે 2018-19માં વધીને 5.3% થઇ ગયો.
ADVERTISEMENT
આ કારણે હાઉસિંગ ફુગાવો ઘટ્યો
સૂત્રો પ્રમાણે ભાવમાં સ્થિરતા અને માંગમાં ઘટાડાના કારણે હાઉસિંગ ફુગાવો ઘટ્યો છે. ગુજરાત અને દિલ્હીનો હાઉસિંગ ફુગાવો એક સરખો છે જયારે લક્ષદ્વીપ, ગોવા, સિક્કિમ, છત્તીસગઢ અને હરિયાણામાં હાઉસિંગ ફુગાવો ગુજરાત કરતા પણ ઓછો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં શહેરી વિસ્તારોમાં ભાવ સ્થિર રહ્યા છે
નિષ્ણાતોના મતે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં શહેરી વિસ્તારોમાં ભાવ સ્થિર રહ્યા છે. નોટબંધી અને સરકારના FSI વધારવાના નિર્ણયથી જમીનના ભાવોમાં વધારો થયો નથી.
ADVERTISEMENT
અમદાવાદ શહેર ભારતનું સૌથી સસ્તું હાઉસિંગ માર્કેટ છે
નોંધનીય છે કે અમદાવાદ શહેર ભારતનું સૌથી સસ્તું હાઉસિંગ માર્કેટ છે જેનો એફોર્ડેબિલીટી રેશિયો 24% છે. અમદાવાદ ભારતના ટોચના 8 મહાનગરોમાંથી હાઉસિંગ ક્ષેત્રે સૌથી સસ્તું મહાનગર છે. આ પછી ચેન્નાઇ અને પુણે શહેર છે જ્યાં 26% એફોર્ડેબિલીટી રેશિયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.