ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓમાં ક્રિકેટનો જુસ્સો ચરમસીમાએ, T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં હોટલના ભાડા આસમાને
Last Updated: 03:19 PM, 7 March 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ક્રિકેટનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઇને દેશ-વિદેશમાંથી હજારો ક્રિકેટ પ્રેમીઓ શહેરમાં પહોંચી રહ્યા છે. મેચ પહેલા જ અમદાવાદની હોટલો લગભગ હાઉસફુલ બની ગઈ છે, જેના કારણે રૂમના ભાડામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
ADVERTISEMENT
ક્રિકેટના આ મહામુકાબલાને નિહાળવા માટે ન્યૂઝીલેન્ડ સહિત વિવિધ દેશોમાંથી વિદેશી પર્યટકો અને NRI ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદમાં ઉમટી પડ્યા છે. ઘણા ફેન્સે મેચની ટિકિટ મળતાની સાથે જ હોટલ બુકિંગ અગાઉથી કરી લીધું હતું. શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલી હોટલો અને ગેસ્ટહાઉસમાં રૂમ મેળવવો હવે મુશ્કેલ બની ગયો છે.

ADVERTISEMENT
ક્રિકેટના આ ઉત્સાહનો લાભ લઇને અનેક હોટલ સંચાલકોએ રૂમના ભાડામાં 2થી 3 ટકાનો વધારો કર્યો છે. સામાન્ય દિવસોમાં મળતા રૂમના ભાડા કરતા હાલના દિવસોમાં ભાવ થોડા વધ્યા છે, છતાં ક્રિકેટ પ્રેમીઓ માટે આ વધારાનો ખર્ચ મોટો મુદ્દો બન્યો નથી.

ADVERTISEMENT
વિદેશી પર્યટકોમાં પણ ફાઇનલ મેચને લઇને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદના પર્યટન સ્થળો, રેસ્ટોરાં અને બજારોમાં પણ વિદેશી મહેમાનોની અવરજવર વધતા શહેરમાં આંતરરાષ્ટ્રીય માહોલ સર્જાયો છે.
આ પણ વાંચોઃ ઈન્દ્રનીલ રાજ્યગુરુના રામ-રામ, રાજકોટ મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ફાઇનલ મેચના દિવસ નજીક આવતા અમદાવાદમાં ક્રિકેટનો ઉત્સાહ વધુ વધવાની સંભાવના છે. શહેરની હોટલો, પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક વેપારીઓ માટે પણ આ મોટો અવસર સાબિત થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.