ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં રોડ અને રસ્તાની ભયાનક સ્થિતિ, કોક પડે છે કોક તરે છે કોક પાળીએ ચાલે છે

photo-story

8 ફોટો ગેલેરી

વિકસિત ગુજરાત / ગુજરાતમાં રોડ અને રસ્તાની ભયાનક સ્થિતિ, કોક પડે છે કોક તરે છે કોક પાળીએ ચાલે છે

Last Updated: 01:33 PM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં રોડ અને રસ્તાની ભયાનક સ્થિતિ, કોક પડે છે કોક તરે છે કોક પાળીએ ચાલે છે. ગુજરાતનાં કોઇ પણ ખુણે પહોંચી જાઓ ભ્રષ્ટાચાર યુક્ત રોડ રસ્તા એટલા બિસ્માર બન્યા છે કે, કાં તો તમારા વાહનને અથવા તો તમને નુકસાન થયા વગર પરત આવો તેવી શક્યતાઓ નહીવત્ત છે. લોકો પાસે મત અને ટેક્સ સિવાય સરકાર કાંઇ ઉઘરાવવાનું જાણતી નથી. નેતાઓ તિજોરીઓ અને બિલ્ડરો કૌભાંડો કરવામાં વ્યસ્ત છે. એટલે પ્રજા તરીકે તમે તમારુ જોઇ લેજો પછી કહેતા નહી કે કીધું નહી...

1/8

photoStories-logo

1. બનાસકાંઠામાં રસ્તા તમારા મણકા ભાંગીનાખે તેવા

બનાસકાંઠામાં અનરાધાર વરસાદ વરસ્યા બાદ તંત્રની પોલ ખુલી ચુકી છે. ધાનેરામાં ગઈકાલના વરસાદે રસ્તાઓ ધોવાયા હતા. શેરા અને રામપુરા વચ્ચે રસ્તો તૂટતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. રસ્તા પર દરરોજ 700 લોકોની કરે છે અવર જ્વર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. બાળકો ઘરમાં પુરાઇ રહેવા મજબુર

રસ્તો તૂટતાં ખેડૂતો પશુપાલક અને વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શાળાએ જતા બાળકો બે દિવસ થી ધેર જ રહેવા માટે મજબુર બન્યા છે. શેરા ગામે નદી પટમાં પાણી ફરી વળતા ખેડૂતોને  નુકશાન પહોંચ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. મહિલા બાળક સહિત ખાડામાં ખાબકી

મોરબીના આલાપ રોડ પર ઠેર-ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાયા તેનો પણ વાંધો નથી પરંતુ ખાડા એટલા મોટા અને ભયાનક પડ્યાં છે કે તેની ઉંડાઇ વિશે ખબર પડતી નથી. જેનાં કારણે વાહન ચાલકો ખાબકે છે. આવા જ એક પાણી ભરેલા ખાડામાં મહિલા સ્કૂટર સાથે ખાબકી હતી. મહિલાએ મનપાની બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગુજરાતમાં સ્વખર્ચે અને સ્વ જોખમની સિસ્ટમ

ખાડામાં પાણી ભરેલા હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. મહિલા પોતાનાં બાળક સાથે ખાબકી હતી. આવા કિસ્સામાં મહિલાનો આક્રોશ છે કે, બાળકને કંઇ પણ થયું હોય તો જવાબદારી કોની. જો કે ગુજરાતમાં કોઇની જવાબદારી હોતી નથી તમારા ખર્ચે અને તમારા જોખમે જ નિકળવાનું હોય છે પરંતુ મહિલા સમજી નહી શકી હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. બાળકો જીવના જોખમે નિકળે છે

છોટાઉદેપુરના ચુનાખાણ ગામે કોઝ-વે બનાવવા માગ ઉઠી છે. ગામમાં પ્રવેશવાનો કોઝ-વે 3 વર્ષથી તૂટેલી હાલતમાં છે. ત્રણ વર્ષથી કોઝ-વે તૂટી જતા ગ્રામજનો હેરાન પરેશાન થઇ ગયા છે. પ્રાથમિક શાળાના શિક્ષક અને 30 જેટલા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બાળકો જીવના જોખમે કરે છે અભ્યાસ

ચુનાખાણ ગામનો મુખ્ય માર્ગ ઉપર કોઝ-વે તૂટેલ હાલતમાં છે. ગામમાં એમ્બ્યુલન્સ પણ ન પહોચી શકતા લોકો તો ઠીક દર્દીઓને પણ તકલીફ થાય છે. લોકો ત્રણ વર્ષથી કોઝ વે બનાવા માટે કરી રહ્યા છે રજૂઆત .

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. ખાડાનાં કારણે 1 કિલોમીટરનો ટ્રાફીક જામ

અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. બગોદરા નજીક હાઇવે રોડનું ધોવાણ થતા ટ્રાફિક જામ થઇ જાય છે. વરસાદમાં બેઠા પુલ ઉપર હાઇવેનું ધોવાણથી વાહનોની લાઇનો લાગી ગઇ છે. એક કિલોમીટર થી વધુ વહાનો ની લાઇન લાગી છે. લોકો વાહનો રોગ સાઇડમાં ચલાવવા  મજબૂર બન્યા છે. આવી સ્થિતિમાં કોઇ ભયાનક અકસ્માતની પણ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ચાર મહિના પહેલા કરોડોનો ધુમાડો કર્યો એક જ વરસાદમાં વહી ગયો

આ ઉપરાંત વડોદરાના પાદરા હાઇવેની પણ બિસ્માર સ્થિતિ છે. સૌરાષ્ટ્ર-દ.ગુજરાતને જોડતો હાઈવે ખખડધજ થઇ ચુક્યો છે. સામાન્ય વરસાદમાં જ રસ્તો બિસ્માર બન્યો છે. મસમોટા ખાડા પડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવેનું 4 મહિના અગાઉ કરાયું હતું સમારકામ કરાયું છતા એક વરસાદ ન ખમી શક્યો હાઇવે. વરસાદની શરૂઆતમાં જ રોડ ધોવાતા શું કર્યું રોડ બન્યો કે નેતા અને બિલ્ડરનાં નવા મકાન બન્યા તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

very bad road in Gujarat bad road condition Rain in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ