બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hit and run in Anand, A 2-year-old child died after being hit
Malay
Last Updated: 10:45 AM, 4 August 2023
ADVERTISEMENT
ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં કોઇકના મોત થયાના સમાચાર સામે આવતા જ રહે છે. ત્યારે આજે આણંદમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં 2 વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. હાલ આણંદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
કારચાલક અકસ્માત સર્જી ફરાર
મળતી માહિતી અનુસાર, આણંદ શહેરના સરદાર ગંજ વિસ્તારમાં આવેલી અલકાપુર સોસાયટીની સામે કાર ચાલકે 2 વર્ષીય માસુમ બાળકને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતી. કારચાલકે બાળકને અડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. જોકે, કારચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત
જે બાદ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. 2 વર્ષના બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી છે. હાલ આણંદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થનારા અજાણ્યા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉનામાં દંપતીને ડમ્પરે મારી હતી ટક્કર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ઉનાના દેલવાડા રોડ પર અવર લોડ પથ્થર ભરેલાં ડમ્પરે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું, જ્યારે પતિને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.